મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

હળવદના સમલી ગામે ધોળા દિવસે માતાજીના મઢમાં દાન પેટી તોડીને રોકડા એક લાખની ચોરી


SHARE







હળવદના સમલી ગામે ધોળા દિવસે માતાજીના મઢમાં દાન પેટી તોડીને રોકડા એક લાખની ચોરી

હળવદના સમલી ગામે ચામુંડા માતાજીના મઢમાં તસ્કરે ધામા નાખ્યા હતા અને ધોળા દિવસે કોઈ અજાણ્યા શખ્સ દ્વારા માતાજીના મઢમાં રાખવામાં આવેલ દાન પેટી તોડવામાં આવેલ છે અને તેમાંથી અંદાજિત એક લાખ રૂપિયાની ચોરી કરવામાં આવેલ છે જેથી આધેડ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવતા હળવદ તાલુકા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબીના નાની વાવડી ગામે રહેતા બાબુભાઈ ઉર્ફે કાળુભાઈ પાલાભાઈ ચીરોડીયા (52) એ અજાણ્યા શખ્સની સામે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, હળવદના સમલી ગામે ફરિયાદીના ચામુંડા માતાજીના મઢમાં કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ગઈકાલે સવારે 8:00 થી 10:00 વાગ્યાના સમયગાળા દરમિયાન ચોરીની ઘટનાને અંજામ આપેલ છે અને મઢમાં દિવાલમાં ફીટ કરવામાં આવેલ દાન પેટી તોડીને તેમાં રહેલ અંદાજે એક લાખ રૂપિયાની ચોરી કરવામાં આવેલ છે જેથી આધેડ દ્વારા નોંધાવવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવી શરૂ કરેલ છે

બાઈક સ્લીપ

મોરબીના ઊંચી માંડલ ગામે રહેતા જાવેદભાઈ શબ્બીરભાઈ (28) નામનો યુવાન બાઇક લઈને ગામ પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે બાઈક સ્લીપ થવાના કારણે તેને માથામાં ઇજા થઈ હતી જેથી તે યુવાનને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખાતે લઈ જવામાં આવેલ છે અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મહિલા સારવારમાં

મોરબીમાં રહેતા ભાનુબેન રાજુભાઈ (45) નામના મહિલા કારના ટાયર પાસે સુતેલા હતા અને કાર ચાલુ થઈ જતા ટાયર ચડી જવાના કારણે તેમને ઇજા થઈ હતી જેથી તેઓને સારવાર માટે લઈને આવ્યા હતા અને ત્યાં સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News