મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

મોરબીમાં ડીડીઓના અધ્યક્ષસ્થાને મહિલા નેતૃત્વ દિવસની ઉજવણી કરાઈ


SHARE







મોરબીમાં ડીડીઓના અધ્યક્ષસ્થાને મહિલા નેતૃત્વ દિવસની ઉજવણી કરાઈ

નારી વંદન ઉત્સવ સપ્તાહના અનુસંધાને ડીડીઓ જે.એસ. પ્રજાપતિના અધ્યક્ષસ્થાને મહિલા નેતૃત્વ દિવસ" ની ઉજવણી જિલ્લા પંચાયત ખાતે કરવામાં આવી હતી. જેમાં મહિલાઓના સશક્તીકરણ તથા વિવિધ ક્ષેત્રોમાં તેમના નેતૃત્વના ઉદ્દેશ સાથે સરકારી વહીવટી પ્રક્રિયામાં મહિલાઓની ભાગીદારી વિશે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

જિલ્લા વિકાસ અધિકારીએ સરકારી વહીવટી પ્રક્રિયામાં મહિલાઓની ભાગીદારી અને સિવિલ સર્વિસમાં કારકિર્દી" વિષય પર વિસ્તૃત અને પ્રેરણાદાયી વાત કરી તેમણે જણાવ્યું હતું કે, આજે મહિલાઓ દરેક ક્ષેત્રે આગળ વધી રહી છે અને સિવિલ સર્વિસ જેવી જવાબદારીભરી સેવાઓમાં પણ તેઓ સિદ્ધિ હાંસલ કરી રહી છે. તેમણે યુવતીઓને આવી કારકિર્દી તરફ આગળ વધવા માટે પ્રોત્સાહિત કરતા કહ્યું કે તમારામાં ક્ષમતા છે, સંકલ્પ છે, તો પોતાના સપનાને પાંખ આપો અને દેશના વહીવટી તંત્રનો ભાગ બનીને પરિવર્તન લાવો. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી એન.એસ.ગઢવીએ વિવિધ ક્ષેત્રોમાં મહિલા નેતૃત્વ અંગે મહત્વપૂર્ણ દૃષ્ટિકોણ રજૂ કર્યો અને મહિલાઓના આર્થિક, શૈક્ષણિક અને સામાજિક વિકાસમાં તેમનાં યોગદાન અંગેની પ્રેરણાત્મક વાત કરી હતી. આ કાર્યક્રમમાં મોરબી જિલ્લાના વિવિધ કોલેજોમાં અભ્યાસ કરતી Top-10 દીકરીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.






Latest News