મોરબી શહેરમાં ભવિષ્યમાં ટ્રાફિક સમસ્યા કે વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન ઉભો ન થાય તે રીતે નવી ડી.પી. બનાવવા મહાપાલિકાના ચેરમેન રિશીપ કૈલાએ કરી કલેકટરને રજૂઆત મોરબીના યુવા આગેવાને જન્મદિવસ નિમિતે બાળકોને શૈક્ષિણક કીટનું વિતરણ કર્યું મોરબી ટાઈમ્સનો પત્રકાર વિશાલ સેજપાલ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી ! 
Breaking news
Morbi Today

મોરબીમાં એન્ડેકા સિરામિક્સ ઇન્ડિયા પ્રા. લિ. દ્વારા બે એમ્બ્યુલન્સનું કરાયું લોકાર્પણ


SHARE







મોરબીમાં એન્ડેકા સિરામિક્સ ઇન્ડિયા પ્રા. લિ. દ્વારા બે એમ્બ્યુલન્સનું કરાયું લોકાર્પણ

એન્ડેકા સિરામિક્સ ઇન્ડિયા પ્રા. લિ. છેલ્લા 31 વર્ષથી ભારતમાં ઝિકોનિયમ સિલિકેટ ઉત્પાદનોના અગ્રણી ઉત્પાદકોમાંની એક છે. એન્ડેકા સિરામિક્સ ઇન્ડિયા પ્રા. લિ. દર મહિને 1,500 MT લોટ અને ઓપેસિફાયર ગ્રેડનું ઉત્પાદન કરવાની સંયુક્ત ક્ષમતા ધરાવે છે. ગુણવત્તા અને સુસંગતતાની દ્રષ્ટિએ અમે બજારમાં અગ્રણી છે અને ઝિકાનિયમ સિલિકેટ ઉત્પાદનના જથ્થા દ્વારા વિશ્વમાં ત્રીજા ક્રમે છે. એન્ડેકા સિરામિક્સનો સામાજિક જવાબદારીના ભાગ રૂપે છેલ્લા વર્ષોમાં રોડ બેરિકેસમાં યોગદાન આપ્યું હતું, જો કે, આ વર્ષે. એન્ડેકા સિરામિકસે મા ઉમિયા જન સેવા ટ્રસ્ટ દ્વારા મોરબીના મહેન્દ્રનગર ખાતે સ્થિત સમર્પણ મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલને બે એમ્બ્યુલન્સ દાનમાં આપ્યા છે આ એમ્બ્યુલન્સ જરૂરિયાતમંદ લોકોની સમગ્ર સોસાયટીને કોઈપણ પ્રકારની કટોકટી માટે હોસ્પિટલ પહોંચવામાં મદદ રૂપ બનશે. અને આ તકે એન્ડેકા સિરામિક્સ ઇન્ડિયા પ્રા. લિ. ના જી.એસ. રામકૃષ્ણન હાજર રહ્યા હતા તે ઉપરાંત ભાગીદારો સી.ડી. પટેલ અને મનોજ શેરસીયા પણ હાજર રહ્યા હતા અને એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.






Latest News