મોરબી શહેરમાં ભવિષ્યમાં ટ્રાફિક સમસ્યા કે વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન ઉભો ન થાય તે રીતે નવી ડી.પી. બનાવવા મહાપાલિકાના ચેરમેન રિશીપ કૈલાએ કરી કલેકટરને રજૂઆત મોરબીના યુવા આગેવાને જન્મદિવસ નિમિતે બાળકોને શૈક્ષિણક કીટનું વિતરણ કર્યું મોરબી ટાઈમ્સનો પત્રકાર વિશાલ સેજપાલ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી ! 
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા શાળા સંચાલક મંડળના નવા હોદ્દેદારોની વરણી, પ્રમુખ તરીકે ડો.અનિલભાઈ મહેતા


SHARE







મોરબી જિલ્લા શાળા સંચાલક મંડળના નવા હોદ્દેદારોની વરણી, પ્રમુખ તરીકે ડો.અનિલભાઈ મહેતા

મોરબી જિલ્લા શાળા સંચાલક મંડળની સામાન્ય સભા તા।૭ ને ગુરૂવારે સવારે ૧૦ કલાકે ઓમ શાંતિ ઇંગ્લીશ મીડીયમ સ્કુલ-મોરબી ખાતે મળેલ હતી.જેમાં રાજ્ય શાળા સંચાલક મંડળના ઉપપ્રમુખ દિનેશભાઈ ભુવા, સૌરાષ્ટ્ર ઝોનના ચેરમેન એન.ડી.જાડેજા,પૂર્વ બોર્ડ મેમ્બર પ્રિયવદન કોરાટ, રાજ્ય સ્વ નિર્ભર શાળા સંચાલક મંડળના પૂર્વ પ્રમુખ ટી.ડી.પટેલ, રાજકોટ શહેર શાળા સંચાલક મંડળના અધ્યક્ષ શૈલેષભાઈ વોરા, રાજ્ય શાળા સંચાલક મંડળના મંત્રી અશોકભાઈ રામ, જુનાગઢ શહેર શાળા સંચાલક મંડળના પ્રમુખ નરસિંહભાઈ માંડવીયા, જુનાગઢ જિલ્લા શાળા સંચાલક મંડળના પ્રમુખ ઓધવજીભાઈ બોરસાણીયા બાવનજીભાઈ પટોડીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.આ મિટિંગમાં મોરબી જિલ્લા શાળા સંચાલક મંડળના હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી.જેમાં પ્રમુખ તરીકે ડો.અનિલભાઈ મહેતા, મહામંત્રી તરીકે મહેન્દ્રસિંહ ઝાલા, અધ્યક્ષ તરીકે એ.કે.પટેલ, તથા નાયબ અધ્યક્ષ તરીકે સુમંતભાઈ રોકડ, મોરબી જિલ્લા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના કન્વીનર તરીકે મનોજભાઈ પનારાની વરણી કરવામાં આવી હતી.તેમ મોરબી જિલ્લા શાળા સંચાલક મંડળના પ્રમુખ ડો.અનિલભાઈ મહેતાએ યાદીમાં જણાવેલ છે.વ






Latest News