મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી !  હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય અને કાર્ગો સેવા શરૂ કરવા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆત ગૌરવની ક્ષણ ૮૦માસ્વાતંત્ર્ય દિને મોરબી જિલ્લા તંત્ર દ્વારા મેંગોપીપલ પરિવારનું ભવ્ય સન્માન મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા તીજોત્સવની રંગારંગ ઉજવણી મોરબીની બી.એમ.મામુજી ૮૦ વર્ષ જૂની પેઢીનો પર્યાવરણપ્રેમ, લગભગ ૨૦ વર્ષથી પ્લાસ્ટિક ઝબલાઓનો સંપૂર્ણ ત્યાગ મોરબીમાં ભારતીય યુવા મંચ દ્વારા યુવા વક્તાઓ માટે ખાસ કાર્યક્રમ યોજાયો મોરબીમાં ભાડુઆત દંપતી સાથે માથાકૂટ કરીને ઘરધણી મહિલાને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતાં ગુનો નોંધાયો મોરબીના શાપર ગામ નજીક રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે માતાની નજર સામે 2 વર્ષના માસૂમ બાળકને કચડી નાખ્યો
Breaking news
Morbi Today

મોરબીની નવયુગ કોલેજ દ્વારા ઇસરોના વૈજ્ઞાનિકોની હાજરીમાં સ્પેસ એક્સિબિશન યોજાયું


SHARE







મોરબીની નવયુગ કોલેજ દ્વારા ઇસરોના વૈજ્ઞાનિકોની હાજરીમાં સ્પેસ એક્સિબિશન યોજાયું

મોરબી શહેરની નામાંકિત કોલેજ દ્વારા પટેલ સમાજ વાડી ખાતે નવયુગ કોલેજ દ્વારા દ્વિ દિવસીય સ્પેસ એક્સિબિશન નું એક ભવ્ય આયોજન કરવામાં આવ્યું.આ એક્સિબિશનમાં સમગ્ર  મોરબી જિલ્લામાં વિવિધ સ્કૂલ અને કોલેજ દ્વારા ૫૦ જેટલી અવકાશ ને લગતી કૃતિઓ પ્રદર્શન રાખવામાં આવેલું હતુ.આ દ્વિદિવસીય સ્પેસ એક્ઝિબિશનમાં ઇશરો ના વરિષ્ઠ વૈજ્ઞાનિકો ડૉ.જે.જે.રાવલ, એસ.એલ.ભોરણીયા, એન્જિયનર જયંત પી.જોશી, ઇશરોના સાયન્ટીસ્ટ, પ્રો.(ડૉ.) હિતેશ માંડવીયા, દીપેનકુમાર ભટ્ટ, વિનોદ એમ.પટેલ ઇશરો સાયન્ટીસ્ટ, નીરવ પટેલ જેવા સાયન્ટીસ્ટ મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી.તેઓએ યુવાનો અવકાશીય વિજ્ઞાન પ્રત્યે વધુ રસ રુચિ કેળવે તે અંગે માર્ગદર્શન પણ પૂરું પાડ્યું હતું. આ પ્રદર્શનમાં ભાગ લેનાર તમામ બાળકોને  સર્ટિફિકેટ આપી પ્રેરણા પૂરી પાડવામાં આવી. પ્રથમ, દ્વિતીય  અને તૃતીય નંબરે આવનાર બાળકને આકર્ષક ગિફ્ટ આપવામાં આવી.મોરબી શહેરમાં શિક્ષણ ક્ષેત્ર હરહંમેશ કઈક નવું અને ઇનોવેટિવ કરવા માટે તત્પર રહેતા એવા પી.ડી.કાંજીયાની સંપૂર્ણ  કાર્યક્રમ દરમિયાન પ્રેરક ઉપસ્થિતિ રહી હતી.જેમના માર્ગદર્શન અને સૂચિકા હેઠળ આ ભવ્ય કાર્યક્રમે સુંદર મજાનું સ્વરૂપ લીધું.સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા નવયુગ કોલેજની તમામ ફેકલ્ટી તથા આચાર્ય વોરા એ જેહમત ઉઠાવી સફળ બનાવ્યો હતો.






Latest News