મોરબીના જમના એપાર્ટમેન્ટમાં ગળાફાંસો ખાઇને વૃદ્ધે કર્યો આપઘાત: શક્તિનગર સોસાયટીમાં રહેતા આધેડનું હાર્ટ એટેકથી મોત મોરબી નાગરિક સહકારી બેંકનું મંત્રી-સાંસદની હાજરીમાં રીનોવેશન કામ શરૂ કરાયું મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોના હિતમાં મેયરને કરવામાં આવી રજૂઆત મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા વિર સાવરકર વિશે પ્રશ્ન પૂછવા બદલ શિક્ષકને સસ્પેન્ડ કરવાના વિરોધમાં કલેકટરને આવેદન અપાયું મોરબી જીલ્લામાં વિવિધ સંગઠનોના શ્રમિકોના પડતર પ્રશ્નો માટે ભારતીય મજબૂર સંઘ દ્વારા આવેદન અપાયું જીવા રાજી તો શિવ રાજી: મોરબીમાં શ્રાવણના પ્રથમ સોમવારે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાતું યંગ ઈન્ડિયા ગ્રૂપ મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કવિ સંમેલન-કાવ્યલેખન સ્પર્ધાનું આયોજન ગુજરાત કેસરી સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ મોરબીની દીકરીએ મેળવ્યો બ્રોન્ઝ મેડલ
Breaking news
Morbi Today

વાંકાનેરના માટેલ નજીક સીરામીક કારખાનાની લેબર કોલોનીની છત ઉપરની નીચે પટકાતાં તરુણનું મોત


SHARE







વાંકાનેરના માટેલ નજીક સીરામીક કારખાનાની લેબર કોલોનીની છત ઉપરની નીચે પટકાતાં તરુણનું મોત

વાંકાનેરના માટેલ ગામ નજીક આવેલ સીરામીક કારખાનાની લેબર કોલોનીમાં ક્વાર્ટરમાં રહેતો તરુણ રાત્રિના સમયે છત ઉપર સૂતો હતો અને ઊઠીને બાથરૂમ કરવા જતો હતો ત્યારે અકસ્માતે તે ઉપરથી નીચે પટકાતા તેને શરીરે ગંભીર ઇજા થઈ હોવાથી તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા અને સારવાર દરમિયાન તે તરુણનું મોત નિપજ્યું છે જેથી આ બનાવની મૃતકના પિતાએ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મૂળ ઉત્તરપ્રદેશના રહેવાસી અને હાલમાં મોરબી જિલ્લામાં વાંકાનેર તાલુકાના માટેલ ગામની સીમમાં આવેલ લેપર્ડ સીરામીકના લેબર ક્વાર્ટરમાં રહેતા નિઝામુદ્દીન જબ્બરભાઈ નાઈ (44નો 15 વર્ષનો દીકરો રમજાન નિઝામુદ્દીનભાઈ નાઈ સિરામિક કારખાનામાં આવેલ લેબર કોલોનીની છત ઉપર સૂતો હતો અને રાત્રિના સમયે તે બાથરૂમ કરવા માટે થઈને જઈ રહ્યો હતો દરમિયાન અકસ્માતે તે છત ઉપરથી નીચે પડી જતા તેને શરીરે ગંભીર ઇજાઓ થઈ હોવાથી તાત્કાલિક સારવાર માટે તેને એપેક્ષ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં ચાલુ સારવાર દરમિયાન તે તરુણનું મોત નીપજ્યું હતું જેથી અકસ્માત મૃત્યુના બનાવ સંદર્ભે મૃતક બાળકના પિતાએ વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતા પોલીસ અકસ્માતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News