મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબી વાંકાનેર હાઇવે ઉપર એકે હોટલ નજીકથી તમંચા સાથે એકની ધરપકડ


SHARE







મોરબી વાંકાનેર હાઇવે ઉપર એકે હોટલ નજીકથી તમંચા સાથે એકની ધરપકડ

મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ એકે હોટલ નજીક રવિરાજ પાનની કેબિન પાસેથી પસાર થયેલ શખ્સને રોકીને પોલીસે ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી દેશી હાથ બનાવટનો એક તમંચો મળી આવ્યો હતો જેથી 2,000 રૂપિયાની કિંમતનું હથિયાર કબજે કરીને પોલીસે આરોપીની ધરપકડ કરી હતી અને ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ એકે હોટલ નજીક રવિરાજ પાનની કેબીન પાસેથી પસાર થઈ રહેલ શખ્સને રોકીને એસજીની ટીમ દ્વારા ચેક કરવામાં આવ્યો હતો ત્યારે તેની પાસેથી દેશી હાથ બનાવટનો એક તમંચો મળી આવ્યો હોય પોલીસે 2,000 રૂપિયાની કિંમતનું હથિયાર કબજે કર્યું હતું અને આરોપી સાગરભાઇ ચતુરભાઈ દારોદરા (28) રહે. વીસીપરા અમરેલી રોડ મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે આર્મ્સ એક્ટની જુદી જુદી કલમ હેઠળ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News