મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબી સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનું કરાયું સન્માન


SHARE







મોરબી સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનું કરાયું સન્માન

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ પરશુરામ ધામ ખાતે સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમાજના આગેવાનો સહિતના લોકો હાજર રહ્યા હતા અને કેજી થી લઈને કોલેજ સુધીના વિદ્યાર્થીઓને સન્માનીત કરવામાં આવ્યા હતા.

મોરબીમાં સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં કુલ મળીને 172 વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ખાસ મોરબીના ડેપ્યુટી ડીડીઓ શૈલેષભાઈ ભટ્ટ, જિલ્લા યુવા વિકાસ અધિકારી હિરલબેન વ્યાસ, સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મ સમાજ ટ્રસ્ટના પ્રમુખ અનિલભાઈ મહેતા, મોરબી જિલ્લા બ્રહ્મ સમાજ પ્રમુખ ભરતભાઈ ઓઝા, રાજકોટ જિલ્લા બ્રહ્મ સમાજ પ્રમુખ પંકજભાઈ રાવલ, પરશુરામ ધામ ટ્રસ્ટના પ્રમુખ હસુભાઈ પંડ્યા તેમજ ભુપતભાઈ પંડ્યા, પ્રશાંતભાઈ મહેતા, જગદીશભાઈ ઓઝા (એડવોકેટ), જલ્પાબેન પંડ્યા (એડવોકેટ) સહિતના આગેવાનો હાજર રહ્યા હતા અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રોજેક્ટ ચેરમેન રવિન્દ્રભાઈ ભટ્ટ અને સમસ્ત બ્રહ્મ સમાજના પ્રમુખ રાજેશભાઈ ભટ્ટના માર્ગદર્શન હેઠળ સમગ્ર ટીમે જહેમત ઉઠાવી હતી. 






Latest News