મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી !  હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય અને કાર્ગો સેવા શરૂ કરવા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆત ગૌરવની ક્ષણ ૮૦માસ્વાતંત્ર્ય દિને મોરબી જિલ્લા તંત્ર દ્વારા મેંગોપીપલ પરિવારનું ભવ્ય સન્માન મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા તીજોત્સવની રંગારંગ ઉજવણી મોરબીની બી.એમ.મામુજી ૮૦ વર્ષ જૂની પેઢીનો પર્યાવરણપ્રેમ, લગભગ ૨૦ વર્ષથી પ્લાસ્ટિક ઝબલાઓનો સંપૂર્ણ ત્યાગ મોરબીમાં ભારતીય યુવા મંચ દ્વારા યુવા વક્તાઓ માટે ખાસ કાર્યક્રમ યોજાયો મોરબીમાં ભાડુઆત દંપતી સાથે માથાકૂટ કરીને ઘરધણી મહિલાને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતાં ગુનો નોંધાયો મોરબીના શાપર ગામ નજીક રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે માતાની નજર સામે 2 વર્ષના માસૂમ બાળકને કચડી નાખ્યો
Breaking news
Morbi Today

હળવદમાં 3 બાઈકની ચોરીએનઆઇ ફરિયાદ નોંધાતાની સાથે જ 4 ચોરાઉ બાઇક સાથે આરોપી પકડાયો


SHARE







હળવદમાં 3 બાઈકની ચોરીએનઆઇ ફરિયાદ નોંધાતાની સાથે જ 4 ચોરાઉ બાઇક સાથે આરોપી પકડાયો

હળવદમાં ગત જાન્યુઆરી થી જુલાઈ સુધીના સમયગાળા દરમિયાન જુદા જુદા સમયે કુલ મળીને ત્રણ બાઈકની ચોરી કરવામાં હતી જેની ગઇકાલે ફરિયાદ નોંધાઈ હતી તેવામાં આજે હળવદ તાલુકા પોલીસે ચાર ચોરાઉ બાઈકની સાથે એક આરોપની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.

હળવદ તાલુકા પોલીસ સ્ટેશને ગઇકાલે બાઇક ચોરીની ત્રણ ફરિયાદ નોંધાયેલ હતી જેમાં ચાડધ્રાના રહેવાસી હસમુખભાઈ ઓધવજીભાઈ કૂરિયા (37)એ હળવદના ધાંગધ્રા દરવાજા પાસે પોતાનું બાઈક નંબર જીજે 13 એમએમ 2489 પાર્ક કરીને મૂક્યું હતું જે 20 હજારની કિંમતનું બાઈક, હળવદમાં આવેલ રુદ્ર ટાઉનશીપમાં રહેતા મોહિતભાઈ પ્રફુલભાઈ સિંદૂરિયા (27)એ હળવદમાં આવેલ બ્રાહ્મણની ભોજન શાળા પાસે પોતાનું બાઈક નંબર જીજે 14 એન 2649 પાર્ક કરીને મૂક્યું હતું જે 20 હજારની કિંમતનું બાઈક અને સુરેન્દ્રનગરમાં રહેતા હાર્દિકભાઈ ભરતભાઈ શાહ (32)એ પોતાનું બાઈક નંબર જીજે 13 એફએફ 1319 હળવદમાં આવેલ ભવાની મેડિકલ પાછળ દુકાન પાસે પાર્ક કરીને મૂક્યું હતું જે 20 હજારની કિંમતના બાઈકનો સમાવેશ થતો હતો અને આ ત્રણેય બાઇકને શોધવા માટેની તજવીજ શરૂ કરવામાં આવતાની સાથે જ સ્થાનિક પોલીસને મળેલ બાતમી આધારે પોલીસે હાલમાં ચાર ચોરાઉ બાઇક સાથે આરોપી રાજેશભાઇ ઉર્ફે રાજુ અરજણભાઇ પીપળીયા રહે. મૂળ ખરેડા હાલ રહે. જેતપર સુનીલભાઇ પટેલની વાડીએ મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને તેની પાસેથી 80 હજાર રૂપિયાની કિંમતના ચાર ચોરાઉ બાઇકને કબ્જે કરવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી પોલીસે કરી છે.






Latest News