મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

મોરબીમાં દશનામ ગોસ્વામી યુવક મંડળ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન


SHARE







મોરબીમાં દશનામ ગોસ્વામી યુવક મંડળ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન

મોરબી દશનામ ગોસ્વામી યુવક મંડળ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે અને આ તકે કે.જી.થી કોલેજ સુધીના ૨૬૦ વિદ્યાર્થીને શીલ્ડને શિક્ષણ કીટ આપી સન્માનીત કરવામાં આવશે.

મોરબી દશનામ ગોસ્વામી યુવક મંડળ ટ્રસ્ટ દ્વારા ગોસ્વામી સમાજના ચતુર્થ તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ અને પારિવારિક સ્નેહમિલન તા.૩ ને રવિવારે સવારે ૯ વાગ્યે શ્રી દશાશ્રી માળી વણિક જ્ઞાતિની વાડી જુના બસ સ્ટેશન પાસે ધરતી ટાવર સામે યોજાશે  આ સમારોહમાં કેજી થી કોલેજ સુધીના કુલ ૨૬૦ વિદ્યાર્થીઓને યોગ્યતા મુજબ શિક્ષણકીટ ને શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવશે તેમજ દાતાઓ અને વિશેષ વ્યક્તિનું પણ સન્માન કરવામાં આવશે આ સમારોહમાં સંતો મહંતો સહિત તથા મોરબી અને રાજકોટના સમાજના આગેવાનો ઉપસ્થિત રહેશે સમારોહને સફળ બનાવવા યુવક મંડળના પ્રમુખ બળદેવગીરી દેવગીરી, ઉપપ્રમુખ નિતેશગીરી, મંત્રી અમિતગીરી, ખજાનચી તેજસગીરી સહિત યુવક મંડળની ટીમ ભારે જહેમત ઉઠાવી રહી છે.






Latest News