સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ રમત ગમત ક્ષેત્ર કારકિર્દી બનાવવા ખેલાડીઓ માટે પ્રથમ પગથિયું ખેલ મહાકુંભ: અંજુ શર્મા મોરબી કુબેર ટોકીઝ પાસે બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત યુવાન રાજકોટ ખસેડાયો મોરબી ઘુંટુ ગામે વાડીએ દવા પી જતા આધેડનું મોત
Breaking news
Morbi Today

હળવદ માળીયા હાઇવે ઉપર ટ્રેક ટ્રેલર સાથે કાર અથડાતાં યુવાનનું મોત, એકને ઇજા


SHARE





હળવદ માળીયા હાઇવે ઉપર ટ્રેક ટ્રેલર સાથે કાર અથડાતાં યુવાનનું મોત, એકને ઇજા

હળવદ માળીયા હાઇવે રોડ ઉપર આવેલો હોટલ સામેથી યુવાન કાર લઈને જઈ રહ્યો હતો દરમિયાન કાર ટ્રક ટ્રેલર સાથે અથડાતા અકસ્માત થયો હતો જે બનાવમાં કારમાં બેઠેલ બે વ્યક્તિને ઇજા થયેલ હતી દરમ્યાન બે પૈકીનાં એક યુવાનને ગંભીર ઇજા થયેલ હોવાથી તેનું મોત નીપજયું હતું અને કાર ચલાવી રહેલા યુવાને પેટ અને શરીરમાં ઇજા થવાથી તેને સારવારમાં ખસેડવામાં આવ્યો હતો અને હાલમાં આ બનાવ સંદર્ભે મૃતક યુવાનના કૌટુંબિક ભાઈફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ કરી છે

હળવદ શહેરમાં સરા રોડ ઉપર આવેલ ચંદ્રપાર્ક સોસાયટીમાં રહેતા અમૃતભાઈ મોહનભાઈ મોટકા (69એ હાલમાં કાર નંબર જીજે 36 એલ 6415 ના ચાલક મેહુલભાઈ રમણીકભાઈ મોટકા રહે.ઉમિયા પાર્ક હળવદ વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે, હળવદ માળીયા હાઈવે રોડ પર આવેલ હોટલ વનવગડો સામેથી આરોપી પોતાના હવાલા વાળી કાર લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે માળીયાથી હળવદ તરફ આવી રહેલ ટ્રક ટ્રેલર નંબર જીજે 39 ટીએ 1520 સાથે આરોપીએ તેની કાર અથડાવી હતી જેથી કારમાં બેઠેલ ફરિયાદીના કૌટુંબિક ભાઈ કેતનકુમાર હરજીવનભાઈ પટેલ (43ને શરીરે ગંભીર ઇજા થયેલ હોવથી તેનું મોત નીપજયું હતું અને જ્યારે ફરિયાદીને ડાબા પગમાં ફેક્ચર તેમજ પેટમાં અને શરીરે ઇજાઓ થયેલ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવમાં ભોગ બનેલ યુવાનના કૌટુંબિક ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.




Latest News