મોહનભાઈ કુંડારીયાની BBSSL ના ડિરેક્ટર પદે નિમણૂક મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મહિલા લીડરશીપ કોન્કલેવ યોજાયો મોરબીમાં વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા લોકોની રજૂઆત સાંભળવા માટે પોલીસ દ્વારા જનસંપર્ક સભાનુ આયોજન વાંકાનેર વિધાનસભા બેઠકના વિસ્તારમાં 11 કરોડના ખર્ચે બનનારા નવા રોડનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોંગ્રેસમાં ૮૨ આગેવાનો સેન્સ પ્રક્રિયામાં જોડાયા મોરબીમાં બંધ પડેલા સિરામિક કારખાનાના શેડ બન્યા ક્રિકેટ મેચના મેદાન: વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ મોરબીના નવા ફડસર ગામે માલિકીની જગ્યામાં કરેલ કચરાના ઢગલા ઉપાડવાનું કહેતા વૃદ્ધ ઉપર બે શખ્સોએ કર્યો કુહાડી અને ધોકા વડે હુમલો હળવદના સાપકડા ગામે વાડીના શેઢે ઉભા કરેલા થાંભલા કાઢી નાખતા શખ્સને સમજાવવા ગયેલ આધેડને માથામાં ધોકો ફટકારતા 8 ટાંકા આવ્યા
Breaking news
Morbi Today

ટંકારામાં રહેતા તલાટી મંત્રીને ભારતની હોટલ-રિસોર્ટમાં સુવિધા આપવાની લાલચ આપીને 50 હજારની છેતરપિંડી


SHARE











ટંકારામાં રહેતા તલાટી મંત્રીને ભારતની હોટલ-રિસોર્ટમાં સુવિધા આપવાની લાલચ આપીને 50 હજારની છેતરપિંડી

ટંકારામાં ઉગમણા નાકા પાસે આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે રહેતા તલાટી મંત્રીને ભારતમાં પાંચ વર્ષ સુધીમાં 25 રાત્રી રોકાણ તથા જમવાની અને હોટલ રિસોર્ટની સુવિધા આપવાની લાલચ આપવામાં આવી હતી અને તેની પાસેથી 50,000 રૂપિયા મેળવી લેવામાં આવ્યા હતા ત્યારબાદ સુવિધા આપવામાં આવી નથી અને તેના પૈસા પરત આપવામાં આવ્યા નથી જેથી વિશ્વાસઘાત અને છેતરપિંડીની ભોગ બનેલ યુવાને ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને પકડવા માટે તજવી શરૂ કરેલ છે

જાણવા મળતી વિગત પ્રમાણે મૂળ રાજકોટમાં રહેવાસી અને હાલમાં ટંકારામાં ઉગમણા નાકા પાસે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર ખાતે રહેતા તલાટી મંત્રી રવિકુમાર કિશોરભાઈ ગોસાઈ (35)મોબાઈલ નંબર 6359151519, 9586600138 અને 18002680102 તેમજ કોટક મહીન્દ્રા બેન્ક ખાતા નં 9349478327 ના ધારકો અને તપાસમાં ખુલે તે તમામની સામે ફરિયાદ નોંધાવે છે જેમાં જણાવ્યુ છે કે, આરોપીએ હરીવન રિસોર્ટનું નામ આપીને ભારતમાં પાંચ વર્ષ સુધીમાં કુલ 25 રાત્રી રોકાણ કરતા જમવાની અને હોટલ તેમજ રિસોર્ટની સુવિધા આપવાના પેકેજની લાલચ આપી હતી અને ફરિયાદીને વિશ્વાસમાં લઈને ટેકનિકલ માધ્યમનો ઉપયોગ કરીને ફરિયાદીના બેંક એકાઉન્ટમાંથી 50 હજાર રૂપિયા કોટક મહિન્દ્રા બેન્કના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરાવીને મેળવી લીધા હતા અને ત્યારબાદ કોઈ સુવિધા આપવામાં આવેલ નથી અને નાણા પત આપવામાં આવ્યા નથી જેથી ભોગ બનેલા યુવાન સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડીની ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.






Latest News