મોરબીમાં ઘરમાં ચોરી કરવા ઘૂસેલા શખ્સને માથક નજીક સોલાર પ્લાન્ટમાં બેફામ માર મારી હત્યા કરીને સમથેરવા ગામની સીમમાં લાશ ફેંકી દેવાના ગુનામાં સિરામિક ઉદ્યોગપતિ સહિત છ શખ્સોની ધરપકડ મોરબીના પાનેલી ગામે વાડીની ઓરડીમાં જુગાર રમતા 14 શખ્સો 4.70 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા માળીયા (મી)ના ત્રણ રસ્તા પાસેથી દારૂની 4,092 બોટલ ભરેલ ટ્રકને રેન્જ આઈજીની ટીમે પકડ્યો: 19.52 લાખનો મુદ્દામાલ કબજે, આરોપીઓની શોધખોળ માળિયા (મી)ના ખીરઈ ગામના પાટીયા પાસેથી 45 ઘેટાને કતલખાને લઈ જતી બોલેરો ગાડી સાથે અમદાવાદના બે શખ્સ હળવદના બુટબડા ગામે પગના દુખાવાની બીમારીથી કંટાળીને ઝેરી દવા પી ગયેલ યુવાનનું મોત: વાંકાનેરમાં તાવની બીમારીમાં વૃદ્ધનું મોત ટંકારા અને મોરબીમાં જુગારની જુદી જુદી બે રેડમાં છ શખ્સ ઝડપાયા મોરબીમાં ઓછા ભાવે રીક્ષામાં પેસેન્જર બેસાડતા યુવાન ઉપર બે સગા ભાઈઓએ છરી અને ધોકા વડે કર્યો હુમલો ટંકારામાં રહેણાંક મકાનમાંથી દાગીના રોકડ મળી 98 હજારથી વધુની ચોરી
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં પ્રાથમિક શાળાઓના બાળકોને ટ્રાન્સપોર્ટેશનની સુવિધા પુરી પાડવા વાહનોની જરૂર


SHARE







મોરબી જિલ્લામાં પ્રાથમિક શાળાઓના બાળકોને ટ્રાન્સપોર્ટેશનની સુવિધા પુરી પાડવા વાહનોની જરૂર

મોરબી જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓના બાળકોના ટ્રાન્સપોર્ટેંશન સુવિધા પુરી પાડવા માટે કોમર્શિયલ વાહન ધરાવતા વાહન ચાલકો/ માલિકોએ ૦૮ ઓગસ્ટ સુધીમાં સમગ્ર શિક્ષાની કચેરી મોરબી અને દરેક તાલુકાના બીઆરસી ભવનનો સંપર્ક કરવો જેથી બાળકોને ટ્રાન્સપોર્ટેશનની સુવિધા પુરી પાડી શકાય.

મોરબી જિલ્લાની સરકારી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા ધો.૧ થી ૫ ના બાળકોનું ઘરથી શાળા સુધીનું અંતર એક કિલોમીટરથી વધુ હોય અને ધો.૬ થી ૮ ના વિદ્યાર્થીઓનું શાળાથી ઘરનું અંતર ત્રણ કિલોમીટરથી વધુ હોય એવા વિદ્યાર્થીઓને શાળાએથી ઘરે અને ઘરેથી શાળાએ લાવવા અને લઈ જવા માટે સમગ્ર શિક્ષા મોરબી દ્વારા ટ્રાન્સપોર્ટેંશન સુવિધા પૂરી પાડવામાં આવે છે. પરંતુ હજુ સુધી શિક્ષણ વિભાગ અને આર.ટી.ઓ.ના નિયમો અને ગાઈડલાઈન મુજબનું કોમર્શિયલ વાહન મળી શક્યુ નથી. વર્ષ ૨૦૨૫-૨૬ માં શિક્ષણ વિભાગના તેમજ  આર.ટી.ઓ.ના નિયમો અને ગાઈડલાઈન મુજબનું કોમર્શિયલ વાહન (પીળી નંબર પ્લેટ વાળું), ફૂલ વીમો અને વાહનનું ફિટનેસ સર્ટિ ધરાવતા વાહન ચાલકો/માલિકોએ તા.૦૮/૦૮/૨૦૨૫ સુધી સવારના ૧૦.૩૦ થી ૦૬:૧૦ કલાક સુધી જિલ્લા પ્રોજેક્ટ કચેરી, હંટર ટ્રેનિંગ હોસ્ટેલ બિલ્ડિંગ, શક્તિ ચોક, મોરબીનો અને દરેક તાલુકાના બીઆરસી ભવન પર  રૂબરૂ તેમજ મોબાઈલ નં.૬૩૫૨૮૨૫૧૪૭ ઉ૫ર સંપર્ક કરવા સમગ્ર શિક્ષા જિલ્લા પ્રોજેક્ટ કો-ઓર્ડીનેટર અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.






Latest News