વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

મોરબીના પીપળીયા ગામે સીમમાં ઝેરી દવા પી લેતા યુવાન સારવારમાં


SHARE







મોરબીના પીપળીયા ગામે સીમમાં ઝેરી દવા પી લેતા યુવાન સારવારમાં

મોરબીના પીપળીયા ગામે સીમ વિસ્તારમાં ઝેરી દવા પી લેતા રોહિત ગોપાલભાઈ દેલવાણીયા નામના ૧૮ વર્ષીય યુવાનને અત્રેની મંગલમ હોસ્પીટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જ્યારે મોરબીના બેલા ગામ નજીક લોડર ઉપરથી પડી જતાં કમોલાબેન રાજુભાઈ ડામોર નામની ૩૨ વર્ષીય મહિલાને ઇજા થતાં સારવારમાં લેવામાં આવી હતી.હળવદના રહેવાસી મિતેશભાઇ અમૃતલાલને હળવદમાં યાર્ડની પાસે બાઈક સ્લીપ થવાના બનાવમાં ઈજાઓ થતાં સારવારમાં અહીંની આયુષ હોસ્પિટલે લવાયો હતો.વાંકાનેર તાલુકાના જોધપર ગામે ઝેરી દવા પી જતાં અજયભાઈ ખોડાભાઈ ધરજીયા નામના ૨૩ વર્ષીય યુવાનને અહીંની મંગલમ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.

ઝેરી દવા પી લેતા સારવારમાં

સુરેન્દ્રનગરના થાન તાલુકાના સરોડી ગામે રહેતો ગોરધનભાઈ કરશનભાઈ ધોરીયા કોળી નામનો ૨૮ વર્ષીય યુવાન ઝેરી દવા પી જતાં તેને સારવાર માટે મોરબી ખસેડાયો હતો.પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ પત્ની સાથે જમવાનું મોડું બનાવવા બાબતે થયેલી બોલાચાલીનું લાગી આવતા તેણે ઉપરોક્ત પગલું ભરી લીધું હતું..! હળવદના રહેવાસી અબ્બાસભાઈ અહેમદભાઈ અગરિયા નામના ૫૨ વર્ષીય આધેડ બાઇક લઇને જતા હતા ત્યારે હળવદની સરા ચોકડીએ તેમનું બાઇક સ્લીપ થઇ જતાં ઇજાગ્રસ્ત અબ્બાસભાઇને અહીંની ક્રિષ્ના હોસ્પિટલ માટે લાવવામાં આવ્યા હતા.

યુવાન-વૃદ્ધ સારવારમાં

મોરબીના રબારીવાસ વિસ્તારમાં રહેતા મેહુલભાઈ બાબુભાઈ હણ નામનો યુવાન ઘર પાસેથી બાઇક લઇને જતો હતો ત્યારે રસ્તામાં તેનું બાઈક સ્લીપ થઈ જતા ઇજાગ્રસ્ત મેહુલભાઇને સિવિલમાં સારવાર માટે લવાયો હતો.જ્યારે મોરબીના ગાંધીચોક નજીક રહેતા ધીરૂભાઈ લવજીભાઈ દેલવાણીયા નામના ૫૦ વર્ષીય વૃદ્ધને ગાંધીચોક પાસે થયેલ મારામારીમાં ઇજા થતા સારવાર માટે સિવિલમાં લવાયા હતા.જ્યારે માળિયા-મિંયાણાના વેજલપર ગામે રહેતા ગૌરીબેન ભગવાનજીભાઈ નામની ૪૦ વર્ષીય મહિલા વાહનમાં બેસીને વાડીએથી પરત ઘરે જતા હતા ત્યારે બાઇક આડે કુતરૂ ઉતરતાં તેમને ઇજાઓ થતા સારવારમાં મોરબી લવાયા હતા.

રીક્ષા પલ્ટી જતા ઇજા

જામનગર જિલ્લાના જોડિયા તાલુકાનો રહેવાસી ફરીદભાઈ સીદીકભાઈ નામનો ૩૩ વર્ષીય યુવાન સરવડ અને માળિયા વચ્ચે રીક્ષામાં જતો હતો ત્યાં રીક્ષા પલ્ટી મારી જતા ફરીદભાઈને ઇજાઓ થતા મોરબી સિવિલે સારવારમાં લવાયો હતો.હળવદના ટીકર (રણ) માં રહેતો ધર્મરાજ સુમનભાઈ હમીરપુત્રા નામનો ૨૮ વર્ષીય યુવાન બાઈકમાં જતો હતો ત્યારે તેનું બાઈક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત ધર્મરાજને ક્રિષ્ના હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.

મજુર યુવાન સારવારમાં

મોરબીના જુના ઘુંટુ રોડ ઉપર આવેલ સિરામિક યુનિટમાં લેબર કોલોનીની દીવાલ ઉપરથી પડી જતાં મગનસિંહ ઉર્ફે બીપીનસીંગ પગલસીંગ (૨૫) મૂળ રહે.ઓરિસ્સા નામનો યુવાન ઈજાગ્રસ્ત થતાં તેની સામેકાંઠે સમર્પણ હોસ્પિટલે ખસેડાયો હતો.જ્યારે મોરબીના વીસીપરા રોહીદાસપરા મેઈન રોડ ઉપર થયેલ મારામારીના બનાવમાં સંજય પોપટભાઈ સોલંકી નામના ૩૦ વર્ષીય યુવાનને સારવાર માટે સિવિલમાં ખસેડાયો હતો.




Latest News