મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી !  હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય અને કાર્ગો સેવા શરૂ કરવા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆત ગૌરવની ક્ષણ ૮૦માસ્વાતંત્ર્ય દિને મોરબી જિલ્લા તંત્ર દ્વારા મેંગોપીપલ પરિવારનું ભવ્ય સન્માન મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા તીજોત્સવની રંગારંગ ઉજવણી મોરબીની બી.એમ.મામુજી ૮૦ વર્ષ જૂની પેઢીનો પર્યાવરણપ્રેમ, લગભગ ૨૦ વર્ષથી પ્લાસ્ટિક ઝબલાઓનો સંપૂર્ણ ત્યાગ મોરબીમાં ભારતીય યુવા મંચ દ્વારા યુવા વક્તાઓ માટે ખાસ કાર્યક્રમ યોજાયો મોરબીમાં ભાડુઆત દંપતી સાથે માથાકૂટ કરીને ઘરધણી મહિલાને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતાં ગુનો નોંધાયો મોરબીના શાપર ગામ નજીક રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે માતાની નજર સામે 2 વર્ષના માસૂમ બાળકને કચડી નાખ્યો
Breaking news
Morbi Today

પહેલો ઘા રાણાનો !: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં ઘટાડો થાય તે પહેલા જ નેચરલ ગેસના ભાવમાં  3.25 રૂપિયાનો ઘટાડો


SHARE







પહેલો ઘા રાણાનો !: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં ઘટાડો થાય તે પહેલા જ નેચરલ ગેસના ભાવમાં  3.25 રૂપિયાનો ઘટાડો

મોરબીની આસપાસમાં આવેલ વિશ્વ કક્ષાના સિરામિક ઉદ્યોગમાં સસ્તો ગેસ સપ્લાય કરવા માટે તેને હાલમાં ગેસ કંપનીઓ વચ્ચે ગળાકાપ હરીફાઈ ચાલી રહી છે જેનો સીધો લાભ મોરબીના સિરામિક ઉદ્યોગકારોને મળી રહ્યો છે. સામાન્ય રીતે દર મહિને ગેસના ભાવમાં વધારો કે ઘટાડો કરવામાં આવતો હોય છે જો કે, પ્રોપેન ગેસના ભાવમાં ઘટાડો કરવાની જાહેરાત કરવામાં આવે તે પહેલા જ “પહેલો ઘા રાણા નો” કહેવત મુજબ ગુજરાત ગેસ કંપની દ્વારા આજે નેચરલ ગેસમાં 3.35 રૂપિયાનો ભાવ ઘટાડો કરવાની જાહેરાત કરી દીધી છે જેથી મોરબીના સિરામિક ઉદ્યોગકારોને દૈનિક અંદાજે 75 લાખથી વધુનો ફાયદો થશે.

મોરબીની આસપાસમાં સિરામિકના કારખાનામાં આવેલા છે જેમાં બનતી સિરામિક પ્રોડક્ટને મોરબીથી દેશના દરેક ખૂણામાં તથા વિદેશ મોકલવામાં આવે છે. જો કે, સીરામીક ઉદ્યોગમાં ગળાકાપ હરીફાઈ અને બજારમાં મંદી હોવાના કારણે ઉદ્યોગકારોને બજારમાં ટકી રહેવું મુશ્કેલ બની ગયું હતું દરમ્યાન મોરબીના સિરામિક ઉદ્યોગકારો ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાને સાથે રાખીને મંત્રીને મળવા મળે ગયા હતા અને મંદી સહિતની બાબતોને ધ્યાને રાખીને સિરામિક ઉદ્યોગમાં મોટાપાયે વપરાતા નેચરલ ગેસના ભાવોમાં રાહત આપવાની માંગ કરી હતી જેથી સરકારે નેચરલ ગેસના ભાવમાં 3.25 રૂપિયાનો ઘટાડો કર્યો છે જેથી કરીને મોરબીના સિરામિક ઉદ્યોગકારોને દૈનિક 75 લાખથી વધુનો ફાયદો થશે.

ઉલેખનીય છેકે, હાલમાં મોરબીના સિરામિક ઉદ્યોગકારો દ્વારા ઇંધણ તરીકે નેચરલ ગેસ અને પ્રોપેન ગેસનો ઉપયોગ કરીને સિરામિક પ્રોડક્ટનું ઉત્પાદન કરવામાં આવે છે જોકે, અગાઉ માત્ર નેચરલ ગેસ એક જ વિકલ્પ હતો જેથી તેના ભાવ આસમાને પહોંચી ગયા હતા પરંતુ છેલ્લા વર્ષોથી સિરામિક ઉદ્યોગકારો દ્વારા પોતાના કારખાનામાં પ્રોપેન ગેસના ઉપયોગ માટેનો વિકલ્પ ઉભો કરવામાં આવેલ છે જેથી કરીને નેચરલ ગેસના ભાવ હવે આસમાને પહોચતા નથી આટલું જ નહીં પરંતુ નેચરલ ગેસ અને પ્રોપેન ગેસ બંનેના ભાવમાં નજીવો તફાવત રહે છે અને સામાન્ય રીતે પ્રોપેન ગેસના ભાવમાં વધારો ઘટાડો પહેલી તારીખે જાહેર કરવામાં વાતો હોય છે જો કે, પ્રોપેન ગેસના ભાવમાં ઘટાડો કરવાની જાહેરાત કરવામાં આવે તે પહેલા જ બુધવારે મોડી સાંજે નેચરલ ગેસના ભાવમાં ઘટાડો કરવાની ગેસ કંપની દ્વારા જાહેરાત કરી દેવામાં આવેલ છે. આમ બંને ગેસ કંપનીઓ વચ્ચે ચાલતી હરિફાઇનો સીધો લાભ હવે મોરબીના સિરામિક ઉદ્યોગકારોને મળી રહ્યો છે તેવું કહીએ તો તેમાં જરાપણ અતિશયોક્તિ નથી.

હાલમાં મોરબીના સિરામિક ઉદ્યોગકારોને 46.55 રૂપિયાના ભાવથી જે ગેસ સપ્લાઈ કરવામાં આવી રહી છે તે પહેલી ઓગસ્ટથી એક મહિનાનો કરાર કરીને જે કારખાનેદારો દ્વારા ગેસ કંપની પાસેથી નેચરલ ગેસ લેવામાં આવશે તેને 43.30 ના ભાવથી અને ત્રણ મહિના મુજબ કરાર કરીને ગેસ લેવામાં આવશે તેઓને 42.80 ના ભાવથી ગેસ મળશે તેવી જાણવા મળ્યું છે જેથી કરીને મોરબીના ધારાસભ્ય દ્વારા સરકારના આ નિર્ણય બદલ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઇનો આભર વ્યક્ત કરવામાં આવ્યો છે. લમાં ગુજરાત ગેસ કંપની દ્વારા 3.25 રૂપિયાનો ગેસના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે જેથી મોરબીના ઉદ્યોગકારોને બજારમાં ટકી રહેવા માટે ગેસ કંપની અને ગુજરાત સરકાર તરફથી મોટી હૂંફ મળી છે તેવું કહીએ તો તેમાં જરા પણ અતિશયોક્તિ નથી.






Latest News