વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

હળવદમાં કિન્નરો લોકો પાસેથી પૈસા માંગીને ચલાવી રહયા છે ગૌશાળા


SHARE







હળવદમાં કિન્નરો લોકો પાસેથી પૈસા માંગીને ચલાવી રહયા છે ગૌશાળા

હરેશભાઈ પરમાર દ્વારા, હળવદ શહેરના ભવાની નગર વિસ્તારમાં આવેલ બહુચર માતાજીનું મંદિર ત્રણ વર્ષ પહેલા નિર્માણ પામ્યું છે જેમાં હળવદ, ધાંગધ્રા, થાનના ૪૦ કિન્નરોની માતાજીની સેવા-પૂજા કરે છે સાથોસાથ જય બહુચર માં ગૌશાળા પણ ચલાવી રહ્યા છે ત્યાં ૩૫ જેટલી ગાયોની દેખભાળ રાખીને ગૌશાળા ચલાવી રહ્યા છ

મોરબી જિલ્લાના હળવદ શહેરમાં આવેલ ભવાનીનગર વિસ્તારમાં ૩ વર્ષ પહેલા બહુચર માતાજીનું મંદિર નિર્માણ પામી છે જેમાં હળવદ ધાંગધ્રા થાનગઢના કિન્નરોઓ અહીં માતાજીની સેવા-પૂજા કરીને પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે તેની સાથોસાથ જય બહુચર માં ગૌશાળા ચલાવી રહ્યા છે આ કિનરો દ્વારા હળવદ ધાંગધ્રા અને થાનગઢમાં તહેવારોમાં તેમજ લગ્ન પ્રસંગે પૈસા માગીને તે પોતાના ખિસ્સામાં રાખતા નથી કે પોતે મોજશોખ કરતા નથી તેઓ પૈસા આવે તે ૩૫ જેટલી ગાયોને ઘાસચારો ખવડાવીને દેખભાળ રાખીને ગૌશાળા ચલાવી રહ્યા છે

આ અંગે બહુચર માતાજીના સુરેખાદે મકસીસદે, અંકિતાદે સુરેખાદે, પૂજાદે સુરેખાદેને પૂછતા તેવોએ જણાવ્યું હતું કે અમો છેલ્લા બે વર્ષથી ૪૫ કિન્નરોની રહીએ છીએ અને માતાજીની સેવા-પૂજા કરી છીએ અને ગૌશાળા પણ ચલાવે છે દર પૂનમે અહીં બાળકોને બટુક ભોજન તેમજ મહિલા મંડળ દ્વારા રામધુનનું પણ આયોજન કરવામાં આવે છે અને અમો તમામ કિન્નર સમાજ જય બહુચર માતાજી ગૌશાળા ચલાવી રહ્યા છીએ જો કોઈ દાતાઓને દાન ભેટ કરવું હોય તો મોબાઈલ નંબર ૬૩૫૧૭ ૦૨૨૮૮ અથવા ૬૩૫૩૦ ૪૮૯૬૪ માં સંપર્ક કરીને ગૌશાળા માટે સહયોગ આપી શકે છે તેવું જણાવ્યુ છે 




Latest News