મોરબી જિલ્લા કોંગ્રેસના વર્તમાન પ્રમુખ અને મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાનું હાર્ટ એટેકનો તીવ્ર હુમલો આવતા નિધન મોરબી: ઘુનડા ગામે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ યુવા સંગઠનનું સન્માન કરાયું મોરબીના ઘુંટુ ગામે પરેચા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન મોરબીના ખાનપર ગામે આવેલ કુમાર શાળામાં ધો.૮ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો વાંકાનેર-ઠીકરીયાળા માર્ગ પર નવા માઇનર બ્રિજનું નિર્માણ શરૂ મોરબીમાં ડો. ભીમરાવ આંબેડકરની 135 મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન મોરબીમાં વેલનાથ બાપુની પૂણ્યતીથી નીમીતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન વાંકાનેર 108ની ટીમ બની 'દેવદૂત': ટેકનોલોજી-ત્વરિત નિર્ણયશક્તિથી નવજાત શિશુને આપ્યું નવજીવન
Breaking news
Morbi Today

ટંકારા ખાતે મોરબી-રાજકોટના સ્વચ્છ ભારત મિશન યોજનાના કર્મચારીઓ માટે તાલીમ યોજાઈ


SHARE











ટંકારા ખાતે મોરબી-રાજકોટના સ્વચ્છ ભારત મિશન યોજનાના કર્મચારીઓ માટે તાલીમ યોજાઈ

મોરબી જિલ્લાના ટંકારા ખાતે કમિશ્નર ગ્રામ વિકાસ કચેરી ગાંધીનગર, રાજ્ય ગામ વિકાસ સંસ્થા (SIRD) ગુજરાત અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી મોરબી દ્વારા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી મોરબી અને રાજકોટ જિલ્લાના સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ યોજનામા કામ કરતા બ્લોક અને ક્લસ્ટર કો-ઓર્ડીનેટરઓ માટે રીફ્રેશર તાલીમનું આયોજન કરવામાં આવ્યુ હતું. એસ.આઈ.આર.ડીના નિયામકશ્રી બી.એમ.પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ વિવિધ સ્થળોએ યોજાઈ રહેલી તાલીમોના ભાગરૂપે ટંકારા ખાતે આયોજિત તાલીમમાં રાજયકક્ષાએથી SIRD માંથી ઉપસ્થિત કોર ફેકલ્ટી સુ.શ્રી નીલાબેન પટેલ દ્વારા સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) અંતર્ગત તાલીમના ઉદ્દેશો અને તાલીમ દ્વારા પરિણામલક્ષી કામગીરી વિશે વિગતવાર માગદર્શન આપવામાં આવ્યું હતું. SIRD ના માસ્ટર ટ્રેનર્સ દ્વારા તમામ તાલીમાર્થીઓને એસ.બી.એમ. ફેઝ-૨ ના વિવિઘ ઘટકો અંગે પ્રેઝન્ટેશન, શોર્ટ વિડિયો ક્લિપ, ગ્રુપ ડિસ્કશન તથા અન્ય પ્રવૃતિઓ તેમજ સંવાદના માધ્યમથી પ્રશિક્ષણ આપવામાં આવ્યું હતું. મોરબીના જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક, સ્વચ્છ ભારત મિશનના જિલ્લા કોર્ડીનેટર અને જિલ્લા ટીમ દ્વારા તાલીમનું સફળ આયોજન કરવામાં આવ્યુ હતું.






Latest News