મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

વાંકાનેરમા ગાડીનો પીછો કરીને પોલીસે 550 લિટર દેશી દારૂ સહિત 6.10 લાખનો મુદ્દામાલ કબજે કર્યો આરોપીની શોધખોળ


SHARE







વાંકાનેરમા ગાડીનો પીછો કરીને પોલીસે 550 લિટર દેશી દારૂ સહિત 6.10 લાખનો મુદ્દામાલ કબજે કર્યો આરોપીની શોધખોળ

વાંકાનેર સીટી પોલીસની ટીમ વોચમાં.હતી ત્યારે વાંકાનેર બાઉન્ડ્રી તરફથી મોરબી તરફ જનાર ગિફ્ટ ગાડીમાં દારૂનો જથ્થો લઈ જવામાં આવે છે તેવી હકીકત મળી હતી જેના આધારે પોલીસે વોચ રાખી હતી અને મળેલ બાતમી મુજબની ગાડી લઈને નીકળેલ શખ્સને રોકવાનો પ્રયત્ન કરતા તેણે ગાડી ભગાવી મૂકી હતી ત્યાર બાદ આશિયાના સોસાયટી પાછળ સ્વપ્નેશ્વર મહાદેવ મંદિર નજીક કારચાલક પોતાની કાર છોડીને નાસી ગયો હતો જે કારને ચેક કરવામાં આવતા 550 લિટર દેશી દારૂનો જથ્થો મળી આવતા પોલીસે 6.10 લાખ રૂપિયાની કિંમતના મુદામાલ કબજે કર્યો હતો અને હાલમાં કારચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

વાંકાનેર સીટી પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે વાંકાનેર બાઉન્ડ્રી બાજુથી સફેદ કલરની સ્વીફ્ટ ગાડીમાં દારૂનો જથ્થો મોરબી તરફ લઈ જવામાં આવનાર છે તેવી હકીકત પોલીસને મળી હતી જેના આધારે નેશનલ હાઇવે રોડ ઉપર કેરાળા ગામના બોર્ડ પાસે પોલીસ દ્વારા વોચ ગોઠવવામાં આવી હતી ત્યારે મળેલ બાકીની મુજબની સ્વિફ્ટ ગાડી વાંકાનેર તરફથી આવી રહી હોય તેને રોકવા માટેનો પ્રયત્ન કરતા સ્વિફ્ટ ગાડીના ચાલકે પોતાની ગાડીને ભગાવી મૂકી હતી અને તે ગાડીનો પોલીસ દ્વારા પીછો કરવામાં આવતા વાંકાનેરમાં આવેલ આશિયાના સોસાયટી પાછળ સ્વપ્નેશ્વર મહાદેવ મંદિર સામે નદીના વોંકળા પાસેથી દેશી દારૂ 550 લિટર જેની કિંમત 1,10,000 તથા કાર મળીને કોઈ 6.10 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે અને સ્વીફ્ટ ગાડીનો ચાલક પોતાનું વાહન સ્થળ ઉપર છોડીને નાસી ગયેલ કોઈ હાલમાં વાંકાનેર પોલીસે કારચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે






Latest News