મોરબી નાગરિક સહકારી બેંકનું મંત્રી-સાંસદની હાજરીમાં રીનોવેશન કામ શરૂ કરાયું મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોના હિતમાં મેયરને કરવામાં આવી રજૂઆત મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા વિર સાવરકર વિશે પ્રશ્ન પૂછવા બદલ શિક્ષકને સસ્પેન્ડ કરવાના વિરોધમાં કલેકટરને આવેદન અપાયું મોરબી જીલ્લામાં વિવિધ સંગઠનોના શ્રમિકોના પડતર પ્રશ્નો માટે ભારતીય મજબૂર સંઘ દ્વારા આવેદન અપાયું જીવા રાજી તો શિવ રાજી: મોરબીમાં શ્રાવણના પ્રથમ સોમવારે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાતું યંગ ઈન્ડિયા ગ્રૂપ મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કવિ સંમેલન-કાવ્યલેખન સ્પર્ધાનું આયોજન ગુજરાત કેસરી સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ મોરબીની દીકરીએ મેળવ્યો બ્રોન્ઝ મેડલ મોરબીની પોલીસ લાઈન કન્યા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીના મહારાણા પ્રતાપ સર્કલ પાસેથી બીયરનો જથ્થો ભરેલી કાર સાથે એકની ધરપકડ: 3.03 લાખનો મુદામાલ કબ્જે


SHARE







મોરબીના મહારાણા પ્રતાપ સર્કલ પાસેથી બીયરનો જથ્થો ભરેલી કાર સાથે એકની ધરપકડ: 3.03 લાખનો મુદામાલ કબ્જે

મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસેથી પસાર થતી કારને પોલીસ દ્વારા રોકવામાં આવી હતી અને તે કારને ચેક કરવામાં આવી ત્યારે તેમાંથી બિયરના 13 ટીમળી આવ્યા હતા જેથી પોલીસે બીયર ટીન અને વાહન મળીને પોલીસે 3.03 લાખનો મુદામાલ કબ્જે કરીને આગળની કાર્યવાહી કરી હતી.

જાણવા મળતી માહિતી મુજબ મોરબીમાં આવેલ મહારાણા પ્રતાપ સર્કલ પાસેથી કાર નંબર જીજે 36 એજે 5218 પસાર થયેલ હતી તે કારને રોકીને પોલીસ ચેક કરતા તે કારમાં જઈ રહેલા શખ્સ પાસેથી બિયરના 13 ટીમળી આવ્યા હતા જેથી 3250 ની કિંમતનો બીયરનો જથ્થો તથા 3 લાખ રૂપિયાની કિંમતની ગાડી આમ કુલ મતને 3,03,250 ની કિંમતના મુદ્દામાલ સાથે નરેન્દ્રભાઈ શાંતિલાલ સુમ્બડ (37) રહે. ગોલ્ડન પ્લાઝા એપાર્ટમેન્ટ છઠ્ઠા માળે સનાળા બાયપાસ રોડ મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે

યુવાન સારવારમાં

રાજકોટના સત્યમ પાર્ક વિસ્તારમાં રહેતો વિવેકભાઈ ભરતભાઈ દુદકિયા (32) નામનો યુવાન મોરબી તાલુકાના પાસે ઘઉંમાં નાખવાની ગોળીઓ ખાઈ જવાના કારણે તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની મંગલમ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી

સગીરા સારવારમાં

ટંકારા તાલુકાના લજાઈ ગામે રહેતી ગીતાબેન રાહુલભાઈ (17) નામની સગીરા કોઈ કારણોસર દવા પી જતા તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરતાં પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે

સગીર સારવારમાં

મોરબીના રણછોડનગર વિસ્તારમાં રહેતો ફિદાહુસેન યુસુફભાઈ ચાનીયા (16) નામનો તરુણ બાઈકમાં બેસીને ઢુવા પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે કોઈ કારણસર બાઈક સ્લીપ થવાના કારણે તેને ઈજા થઈ હોવાથી ઇજા પામેલા સગીરને સારવાર માટે મોરબીની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી






Latest News