મોરબીમાં નોકરી અપાવવાના બહાને લઈ ગયા બાદ પરણીતા સાથે દુષ્કર્મ, આરોપીની ધરપકડ-જેલ હવાલે મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ આચારવાના ગુનામાં બે આરોપીની ધરપકડ મોરબીમાં યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપીને વ્યાજની પઠાણી ઉઘરાણી કરવાના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ મોરબીમાં સમસ્ત હિન્દુ સેવા ગ્રુપ ગુજરાત દ્વારા સર્વજ્ઞાતિ સમૂહલગ્નનું આયોજન મોરબીમાં રબારી અને ભરવાડ સમાજની સભામાં શિક્ષણ, સંગઠન અને રાજકારણ ઉપર ભાર મુક્તા આગેવાનો મોરબીમાં ધક્કાવાળી મેલડી માતાજીના નવરંગ માંડવાનું આયોજન:  ચૈત્રી નવરાત્રી નિમિતે રાસ ગરબાનું આયોજન હળવદના રાયસંગપર-મયુરનગર વચ્ચે નજીવી વાતમાં યુવાનને ચાર શખ્સોએ પાઇપ-ધોકા વડે મારમાર્યો
Breaking news
Morbi Today

વાંકાનેરના જાલીડા ગામ નજીક ગોચરની જગ્યામાંથી 1152 બોટલ દારૂ રેઢો મળ્યો !: આરોપીની શોધખોળ


SHARE











વાંકાનેરના જાલીડા ગામ નજીક ગોચરની જગ્યામાંથી 1152 બોટલ દારૂ રેઢો મળ્યો !: આરોપીની શોધખોળ

વાંકાનેરના જાલીડા ગામની સીમમાં તળાવ ઉપર જુના વસુંધરા ગામ તરફ જવાના રસ્તા ઉપર ગોચરની જગ્યામાં બાવળની કાંટમાં સ્થાનિક પોલીસે દારૂની રેડ કરી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી દારૂની 1,152 બોટલ રેઢી મળી આવી હતી જેથી પોલીસે 14,97,600 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને અજાણ્યા શખ્સની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વાંકાનેર તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે વાંકાનેર તાલુકાના જાલીડા ગામની સીમમાં તળિયુંના તળાવ ઉપર જૂના વસુંધરા ગામ તરફ જવાના રસ્તા ઉપર આવેલ ગૌચરની જમીનમાં બાવળની કાટમાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી દારૂની અલગ અલગ બ્રાન્ડની કુલ મળીને 1,152 મોટી બોટલો મળી આવી હતી જેથી પોલીસે 14,97,600 ની કિંમતનો મુદ્દામાલ સ્થળ ઉપરથી કબજે કર્યો હતો જોકે, આ માલ કોનો છે તે સામે આવ્યો ન હોય હાલમાં અજાણ્યા શખ્સની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

એક બોટલ દારૂ

મોરબીના રવાપર રોડ ઉપર કાલિકા પ્લોટ શેરી નં-6 ના ખૂણા પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હતી જેથી પોલીસે 500 રૂપિયાની કિંમતની દારૂની બોટલ સાથે સમીર રફિકભાઈ પલેજા (27) રહે. કાલિકા પ્લોટ શેરી નં-6 મોરબી વાળાને પાકીને તેની સામે એ ડિવિઝનમાં ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

એક બોટલ દારૂ

મોરબીની વાવડી ચોકડી પાસેથી બાઈક નંબર જીજે 36 એજી 6303 લઈને પસાર થઈ રહેલા ડબલ સવારી બાઇકને રોકીને પોલીસે ચેક કરતા બે પૈકીનાં એક શખ્સ પાસેથી દારૂની એક બોટલ મળી આવતા પોલીસે 3300 રૂપિયાની કિંમતની દારૂની બોટલ તથા 30,000 રૂપિયાની કિંમતનું વાહન આમ કુલ મળીને 33,300 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી ઈશ્વર ઉર્ફે બાલો કરસનભાઈ કંઝારીયા (31) રહે દાણીની વાડી મીરા પાર્ક સામે વાવડી રોડ મોરબી તથા રતિલાલ ધરમશીભાઈ પરમાર (25) રહે માધાપર શેરી નં-12 મોરબી વાળાની ધરપકડ કરી તેની સામે એ ડિવિઝનમાં ગુનો નોંધાયો છે

બિયારના ટીન સાથે પકડાયો

ટંકારાના જુના હડમતીયા રોડ ઉપર નદીના સામાકાંઠેથી જ પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી બિયરનું એક ટીન મળી આવ્યું હતું જેથી પોલીસે 100 ની કિંમતનો બિયરનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી અજય વીરજીભાઈ વાઘેલા (23) રહે. જુના હડમતીયા રોડ ઝૂંપડામાં વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News