મોરબી શહેરમાં ભવિષ્યમાં ટ્રાફિક સમસ્યા કે વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન ઉભો ન થાય તે રીતે નવી ડી.પી. બનાવવા મહાપાલિકાના ચેરમેન રિશીપ કૈલાએ કરી કલેકટરને રજૂઆત મોરબીના યુવા આગેવાને જન્મદિવસ નિમિતે બાળકોને શૈક્ષિણક કીટનું વિતરણ કર્યું મોરબી ટાઈમ્સનો પત્રકાર વિશાલ સેજપાલ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી ! 
Breaking news
Morbi Today

ટંકારાના ચોરી-લુંટના ગુનામાં છેલ્લા ૧૩ વર્ષથી ફરાર આરોપી એમપી થી પકડાયો


SHARE







ટંકારાના ચોરી-લુંટના ગુનામાં છેલ્લા ૧૩ વર્ષથી ફરાર આરોપી એમપી થી પકડાયો

મોરબીના ટંકારાના ચોરી-લુંટના બે ગુનામાં છેલ્લા ૧૩ વર્ષથી ફરાર આરોપી એમપી હોવાની બાતમીને આધારે ત્યાંથી પકડી પાડવામાં આવેલ છે.

પેરોલ ફર્લો સ્ક્વોડના પીઆઇ વી.એન.પરમાર પીએસઆઇ બી.ડી.ભટ્ટ અને જે.પી.કણસાગરા ફરાર આરોપીને શોધી કાઢવા પ્રયત્નશીલ હતા તે દરમ્યાન પેરોલ ફર્લો સ્કવોડના જયેશભાઈ વાઘેલા તથા વિક્રમભાઇ રાઠોડને મળેલ માહીતી આધારે ફરાર આરોપી કમલસિંહ થાનસિંહ અજનારીયા રહે. મોટી ઢેલવાણી તા.કુક્ષી જી.ધાર એમપી હાલે મધ્યપ્રદેશ રાજ્યના અલીરાજપુર જિલ્લા જેલ સામે આવેલ હોવાની ચોકકસ અને ભરોસાપાત્ર હકીકત મળેલ જેને આધારે ઉપરોકત સ્ટાફના માણસો હકીકત વાળી જગ્યાએ જઇ તપાસ કરતા ત્યાંથી ટંકારાના ગુનાનો ફરારી આરોપી કમલસિંહ થાનસિંહ અનારે અજનારીયા (૩૮) રહે.ઢીલવાણી થાણુ બાગ તા.જી.ધાર એમ.પી મળી આવતા પકડીને ટંકારા પોલીસ સ્ટેશન હવાલે કરાયો હતો.






Latest News