મોરબી વોર્ડ નં. 9 માં મહાપાલિકાના કોર્પોરેટર ભગવતીબેન કુંડારિયા દ્વારા નાના વેપારીઓને છત્રીનું વિતરણ કરાયું મોરબીમાં ૧.૯૮ લાખના મુદામાલની ચોરીમાં વધુ એકની ધરપકડ મોરબી : મુસ્કાન વેલફેર સોસાયટી બની સહારો, લકવાગ્રસ્ત બહેનને વ્હીલ ચેરની ભેટ મોરબીમાં બંધ પડેલ 300 જેટલા સિરામિક કારખાનના બાંધકામ જંત્રી દરની વિસંગતતા દૂર થવાની આશા ઉપર સરકારના એક પત્રથી પાણી ફરી વળ્યું ! મોરબી જિલ્લા સેવા સદનના તમામ દરવાજા ખોલવામાં ન આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનની સિનિયર સીટીઝને ઉચ્ચારી ચીમકી ધારાસભ્યની સફળ રજૂઆત: વાંકાનેરના આઈટીઆઈમાં મહિલા માટે વિવિધ 4 કોર્સ શરૂ કરાયા વાંકાનેર યાર્ડમાં આવતા ખેડૂતો-કામદારોને અકસ્માત મૂત્યુ સહાયનો લાભ આપવા યુવા ડિરેક્ટરે કરી રજૂઆત હળવદ નજીકથી 35 પાડાને ભરેલ આઇસર સહિત 2.58 લાખનો મુદામાલ કબ્જે, અમદાવાદનાં બે શખ્સ સામે ફરિયાદ
Breaking news
Morbi Today

મોરબીમાં બળજબરીથી 12 લાખ રૂપિયા પડાવવા માટે વેપારી યુવાને માર મારીને મારી નાખવાની ધમકી આપવાના ગુનામાં ત્રણ આરોપીની ધરપકડ


SHARE













મોરબીમાં બળજબરીથી 12 લાખ રૂપિયા પડાવવા માટે વેપારી યુવાને માર મારીને મારી નાખવાની ધમકી આપવાના ગુનામાં ત્રણ આરોપીની ધરપકડ

મોરબીના નવા ડેલા રોડ ઉપર દુકાન ધરાવતો વેપારી યુવાન પોતાની દુકાને હાજર હતો ત્યારે બળજબરીથી તેની પાસે 12 લાખ રૂપિયા કઢાવવા માટે થઈને ચાર શખ્સો તેની દુકાનમાં આવ્યા હતા અને વેપારી યુવાન ઉપર હુમલો કરીને તેને માર મારવામાં આવ્યો હતો તેમજ રૂપિયા નહીં આપે તો ટાંટિયા ભાંગી નાખશું અને જાનથી મારી નાખશું તેવી ધમકી આપી હતી જેની ફરિયાદ નોંધાયેલ હતો જે ગુનામાં પોલીસે ચાર પૈકીનાં ત્રણ આરોપીને પકડવામાં આવેલ છે

મોરબીના સનાળા રોડ ઉપર આવેલ વિશ્વકર્મા પાર્ક બ્લોક નં-8 માં રહેતા મિથુનભાઈ ઉર્ફે લખનભાઈ મોહનભાઈ કુંધાણી (38)મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભોલો ઉર્ફે મોઈન કાદરભાઈ ઘાંચી, તનવીર અબ્દુલભાઈ મતવા, ફારૂક રફિકભાઈ શેખ અને ઇજમામ શમશાદભાઈ પઠાણ રહે. બધા જ મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે ચારથી પાંચ મહિના પહેલા ફરિયાદીએ પોતાની બાજુમાં આવેલ મહાવીર દુકાનવાળા જીગાભાઈ પાસેથી વ્યાજે રૂપિયા લીધેલા હતા અને તે બાબતે મારામારી થઈ હતી અને ફરિયાદ પણ થઈ હતી અને જેમાં સાડા પાંચ લાખ રૂપિયામાં સમાધાન થયું હતું અને જીગાભાઈએ મોહીનને ફરિયાદી પાસેથી પૈસા કઢાવવા માટે તેને કહ્યું હતું જોકે ફરિયાદીને સમાધાન થઈ ગયું હોવાથી તેને પૈસા આપવાની ના પાડી હતી.

ત્યારબાદ ફરિયાદી યુવાન પાસેથી બળજબરીપૂર્વક 12 લાખ રૂપિયા કઢાવવા માટે થઈને તેને અવારનવાર જુદા જુદા ફોનમાંથી ફોન કરીને ધમકીઓ દેવામાં આવતી હતી અને રૂપિયા આપી દે નહીંતર તારા ટાંટિયા ભાંગી નાખીશ અને જાનથી મારી નાખીશ તેવી ધમકી ફરિયાદીને આપવામાં આવતી હતી અને શનિવારે બપોરના સમયે ચારેય શખ્સો ફરીયાદીની દુકાને આવ્યા હતા અને ત્યાં ભોલો ઉર્ફે મોહિને ફરિયાદીને ટીકા પાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તેમજ તન્વીરે લોખંડના પાઇપ વડે દુકાનમાં કાચ તોડીને ફરિયાદીને શરીર ઉપર પાઇપ વડે માર માર્યો હતો અને ફારુકે કાચની બોટલના છુટા ઘા કરીને દુકાનમાં નુકસાની કરીને યુવાનને માર મારેલ છે તથા ઈજમામ પઠાણ લોખંડનો કોઈતો લઈને આવ્યો હતો અને ફરિયાદીને જેમ ફાવે તેમ ગાળો આપી હતી.

આ બનાવમાં ઈજા પામેલ યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને ત્યારબાદ તેને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ હતી અને આ ગુનામાં પોલીસે આરોપી ગુલામહુસેન ઉર્ફે મોઈન ઉર્ફે ભોલો કાદરભાઈ બોઘાણી (26) રહે. વાવડી રોડ મોરબી, ફારૂક રફિકભાઈ શેખ (24) રહે. કાલિકા પ્લોટ મોરબી અને ઇજમામ શમશાદભાઈ પઠાણ (24) રહે. ઘાંચી શેરી મોરબી વાળાની ધરપકડ કરેલ છે. અને આગળની કાર્યવાહી હાથ ધરી છે અને બાકીના આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે.






Latest News