મોરબી નાગરિક સહકારી બેંકનું મંત્રી-સાંસદની હાજરીમાં રીનોવેશન કામ શરૂ કરાયું મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોના હિતમાં મેયરને કરવામાં આવી રજૂઆત મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા વિર સાવરકર વિશે પ્રશ્ન પૂછવા બદલ શિક્ષકને સસ્પેન્ડ કરવાના વિરોધમાં કલેકટરને આવેદન અપાયું મોરબી જીલ્લામાં વિવિધ સંગઠનોના શ્રમિકોના પડતર પ્રશ્નો માટે ભારતીય મજબૂર સંઘ દ્વારા આવેદન અપાયું જીવા રાજી તો શિવ રાજી: મોરબીમાં શ્રાવણના પ્રથમ સોમવારે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાતું યંગ ઈન્ડિયા ગ્રૂપ મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કવિ સંમેલન-કાવ્યલેખન સ્પર્ધાનું આયોજન ગુજરાત કેસરી સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ મોરબીની દીકરીએ મેળવ્યો બ્રોન્ઝ મેડલ મોરબીની પોલીસ લાઈન કન્યા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં ખાનપર ગામે ખેતીની જમીન પચાવી પાડવા કબ્જો કરનાર બે શખ્સની લેન્ડ ગ્રેબિંગના ગુનામાં ધરપકડ


SHARE







મોરબીમાં ખાનપર ગામે ખેતીની જમીન પચાવી પાડવા કબ્જો કરનાર બે શખ્સની લેન્ડ ગ્રેબિંગના ગુનામાં ધરપકડ

મોરબીમાં ખાનપર ગામે યુવાનની ખેતીની જમીન ઉપર ગેરકાયદે કબજો કરી લેવામાં આવ્યો હતો અને તે જમીનમાં વાવેતર કરી આર્થિક ઉપજ લેવામાં આવી રહી હતી જેથી જમીન ઉપર અનઅધિકૃત રીતે કબજો કરનાર બે શખ્સોની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે યુવાને ફરિયાદ કરી હતી જે લેન્ડ ગ્રેબિંગના ગુનામાં બે આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે.

મોરબીના એસપી રોડ ઉપર આવેલ ભક્તિનિકેતન સોસાયટીમાં ફ્લોરા-17 બ્લોક નં. બી/201 માં રહેતા વસંતભાઈ છગનભાઈ રાજકોટિયા (49)એ થોડા સમય પહેલા પ્રકાશભાઈ તરશીભાઈ જીવાણી અને કલ્પેશભાઈ તરશીભાઈ જીવાણી રહે. બંને ખાનપર વાળાની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરી હતી કે, ખાનપર ગામની સીમમાં સર્વે નંબર 34 પૈકી 9 ની જમીન હેક્ટર 00-95-10 ચોરસ મીટર વાળી તેની માલિકીની ખેતીની જમીન છે જેના ઉપર બંને આરોપીઓએ ગેરકાયદેસર કબજો કર્યો છે અને ત્યાં વાવેતર કરી આર્થિક ઉપજ મેળવેલ છે અને જમીનનો અનઅધિકૃત કબજો રાખી જમીન પચાવી પાડવા માટે તેને ખાલી કરેલ નથી જેથી ભોગ બનેલ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આ ગુનાની તપાસ કરી રહેલા મોરબીના ડીવાયએસપી પી.એ.ઝાલા અને તેની ટીમે આરોપી પ્રકાશભાઈ તરશીભાઈ જીવાણી (38) અને કલ્પેશભાઈ તરશીભાઈ જીવાણી (34) રહે. બંને ખાનપર વાળાની ધરપકડ કરેલ છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News