મોરબી નાગરિક સહકારી બેંકનું મંત્રી-સાંસદની હાજરીમાં રીનોવેશન કામ શરૂ કરાયું મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોના હિતમાં મેયરને કરવામાં આવી રજૂઆત મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા વિર સાવરકર વિશે પ્રશ્ન પૂછવા બદલ શિક્ષકને સસ્પેન્ડ કરવાના વિરોધમાં કલેકટરને આવેદન અપાયું મોરબી જીલ્લામાં વિવિધ સંગઠનોના શ્રમિકોના પડતર પ્રશ્નો માટે ભારતીય મજબૂર સંઘ દ્વારા આવેદન અપાયું જીવા રાજી તો શિવ રાજી: મોરબીમાં શ્રાવણના પ્રથમ સોમવારે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાતું યંગ ઈન્ડિયા ગ્રૂપ મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કવિ સંમેલન-કાવ્યલેખન સ્પર્ધાનું આયોજન ગુજરાત કેસરી સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ મોરબીની દીકરીએ મેળવ્યો બ્રોન્ઝ મેડલ મોરબીની પોલીસ લાઈન કન્યા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લાને મળ્યા ૧૭ નવા ઉચ્ચ માધ્યમિક શિક્ષકો, નિમણૂંકપત્રો એનાયત


SHARE







મોરબી જિલ્લાને મળ્યા ૧૭ નવા ઉચ્ચ માધ્યમિક શિક્ષકો, નિમણૂંકપત્રો એનાયત

રાજ્યની બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી-૨૦૨૪ અન્વયે તા.૮-૭-૨૫ ના રોજ મોરબી જિલ્લામા ધી વી.સી.ટેક.હાઇસ્કૂલ ખાતે ૧૭ નવા ઉચ્ચ માધ્યમિક શિક્ષકો નિમણૂક હુકમ એનાયત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ.

મોરબી જિલ્લામાં સંપૂર્ણ ઓનલાઈન પ્રક્રિયાથી શાળા પસંદગી કરેલ ૧૭ જેટલા નવનિયુક્ત બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શિક્ષકોને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા હતા.મેરીટ આધારિત આ ભરતીમા ૧૮ માથી ૧૭ શિક્ષકો હાજર થતા આ શિક્ષકોને જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા આવકારવામાં આવ્યા હતા અને નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા હતા.નિમણૂક પત્ર એનાયત કરવાના આ કાર્યક્રમમાં જુદી જુદી શાળાઓના ટ્રસ્ટીઓ, આચાર્યો, આચાર્ય સંધના પ્રમુખ તેમજ  જિલ્લા શિક્ષણાધિકારી કચેરીનો સ્ટાફ હાજર રહ્યો હતો.જિલ્લા શિક્ષણાધિકારી કમલેશ મોતાએ નવનિયુક્ત શિક્ષકોને સતત શીખતા રહેવાની અને શાળાઓ અને વિદ્યાર્થીઓના વિકાસમા પોતાની આવડતનો ઉપયોગ કરવા તેમજ બોર્ડના પરીણામોમાં વિજ્ઞાન પ્રવાહમાં જેમ સામાન્ય પ્રવાહમાં પણ મોરબીને નંબર-૧ બનાવવાની શક્ય તમામ પ્રયત્નો કરવા શિક્ષકોને અનુરોધ કર્યો હતો.શાળાઓના ટ્રસ્ટીઓ અને આચાર્ય સંધના પ્રમુખ દ્વારા પ્રાસંગિક પ્રવચન આપવામા આવ્યુ હતુ. નવનિયુક્ત શિક્ષકો દ્વારા પણ તેમના પ્રતિભાવ જણાવવામા આવ્યા હતા.કાર્યક્રમનું સંચાલન એજ્યુકેશન ઈન્સ્પેકટર પ્રવીણભાઈ અંબારીયાએ કર્યું હતું.






Latest News