મોરબી નાગરિક સહકારી બેંકનું મંત્રી-સાંસદની હાજરીમાં રીનોવેશન કામ શરૂ કરાયું મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોના હિતમાં મેયરને કરવામાં આવી રજૂઆત મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા વિર સાવરકર વિશે પ્રશ્ન પૂછવા બદલ શિક્ષકને સસ્પેન્ડ કરવાના વિરોધમાં કલેકટરને આવેદન અપાયું મોરબી જીલ્લામાં વિવિધ સંગઠનોના શ્રમિકોના પડતર પ્રશ્નો માટે ભારતીય મજબૂર સંઘ દ્વારા આવેદન અપાયું જીવા રાજી તો શિવ રાજી: મોરબીમાં શ્રાવણના પ્રથમ સોમવારે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાતું યંગ ઈન્ડિયા ગ્રૂપ મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કવિ સંમેલન-કાવ્યલેખન સ્પર્ધાનું આયોજન ગુજરાત કેસરી સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ મોરબીની દીકરીએ મેળવ્યો બ્રોન્ઝ મેડલ મોરબીની પોલીસ લાઈન કન્યા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા બાર એસો.ના પ્રમુખની આગેવાનીમાં ડેડીયાપાડાની ઘટનાને ધ્યાને રાખીને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું


SHARE







મોરબી જિલ્લા બાર એસો.ના પ્રમુખની આગેવાનીમાં ડેડીયાપાડાની ઘટનાને ધ્યાને રાખીને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું

મોરબી જિલ્લા બાર એસો. ના પ્રમુખ ચેતનભાઈ સોરીયાની આગેવાની હેઠળ કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને જેમાં લખ્યું છે કે, વકીલ કાયદાની ભાષામાં એડ્વોકેટ એક્ટ મુજબ ઓફિસર ઓફ ધ કોર્ટ છે. અને ઓફિસર ઓફ ધ કોર્ટને કોર્ટમાં પ્રવેશતા રોકવાએ બંધારણીય હક્કો પર તરાપ મારવા સમાન છે અને તાજેતરમાં ડેડીયાપાડામાં પોલીસ દ્વારા વકીલ સાથે કરેલું બેહુદુ વર્તન જરા પણ ચલાવી શકાય તેમ નથી. જેથી કરીને પોલીસ દ્વારા બંધારણના અનુચ્છેદ-19નું સરેઆમ ઉલ્લંઘન અને એડ્વોકેટ એક્ટ 1961ની જોગવાઈઓનું પણ ઉલ્લંઘન કરવામાં આવ્યું છે જેથી ભવિષ્યમાં પોલીસ કોઈ વકીલ સાથે આવું વર્તન ન કરે તે માટે રાજ્ય સરકારે કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ. તેવી માંગ કરવામાં આવે છે અને આવેદનપત્ર આપીને આ કૃત્ય કરનાર પોલીસકર્મીઓ વિરુદ્ધ તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરીને સસ્પેન્ડ કરવામાં આવે તેવી પણ માંગ સરકાર સમક્ષ કરવામાં આવેલ છે.






Latest News