મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

હળવદના જુના દેવળીયા ગામે વાડીના સેઢે જુગાર રમતા 6 શખ્સ પકડાયા


SHARE







હળવદના જુના દેવળીયા ગામે વાડીના સેઢે જુગાર રમતા 6 શખ્સ પકડાયા

હળવદના જુના દેવળીયા ગામની સીમમાં વાડીના સેઢે જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેથી સ્થાનિક પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે જુગાર રમતા 6 શખ્સ પકડાયા હતા. જેની પાસેથી 18,350 ની રોકડ કબજે કરીને પોલીસે આગળની કાર્યવાહી કરી હતી.

હળવદ તાલુકાના જુના દેવળીયા ગામની બામણીયા નામે ઓળખાતી સીમમાં રસિકભાઈ ભોરણીયાની વાડીના સેઢે જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવી હતી અને ત્યારે સ્થળ ઉપર જુગાર રમતા રસિકભાઈ અરજણભાઈ ભોરણીયા 40, અરવિંદભાઈ ઉર્ફે કાળુભાઈ મગનભાઈ ફેફર 45, ધીરુભાઈ ઉર્ફે ખેરું અમરસીભાઈ અઘારા 52, જયંતીભાઈ લાભુભાઈ ભોરણીયા 56, શંકરભાઈ રામજીભાઈ ભોરણીયા 60 રહે. બધા જૂના દેવળીયા અને બળદેવભાઈ જગજીવનભાઈ કાલરીયા 55 રહે રોહીશાળા તાલુકો માળીયા વાળા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેની પાસેથી 18,350 ની રોકડ કબજે કરી હતી અને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News