મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ મોરબીના જેતપર ગામે આજે ઉપવાસી છાવણી ખાતે રક્તદાન કેમ્પ યોજાશે: ખેડૂતો વીજ કંપની સામે આક્રોશ સાથે રક્તદાન કરવા ઉમટી પડ્યા મોરબીના જેતપર ગામે છેલ્લા છ દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહેલ નેહુલ અમૃતિયાની તબિયત લથડી: ખેડૂતો હજુ પણ તેની માંગ ઉપર મક્કમ
Breaking news
Morbi Today

મોરબીના લાલપર પાસે ડમ્પર ચાલકે ટક્કર મારતા કારમાં નુકશાન: ગુનો નોંધાયો


SHARE











મોરબીના લાલપર પાસે ડમ્પર ચાલકે ટક્કર મારતા કારમાં નુકશાન: ગુનો નોંધાયો

મોરબીના લાલપર ગામના ગેટ પાસે સર્વિસ રોડ ઉપરથી કાર પસાર થઈ રહી હતી ત્યારે ડમ્પર ચાલકે કારને ટક્કર મારી હતી જેથી કારમાં નુકશાની થયેલ હતી જેથી હાલમાં કાર ચાલક યુવાને મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ડમ્પર ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

જાણવા મળતી માહિતી મોરબીમાં રેલ્વે સ્ટેશન પાછળ રોહીદાસપરા વિસ્તારમાં રહેતા પ્રદીપભાઈ કાંતિભાઈ કાટીયા (29)એ હાલમાં ડમ્પર નંબર જીજે 13 એડબલ્યુ 0717 ના ચાલક સામે તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે લાલપર ગામના ગેટ પાસે સર્વિસ રોડ ઉપરથી તેઓ પોતાની કાર નંબર જીજે 36 એપી 3698 લઇને જાંબુડીયા આરટીઓએથી મોરબી તરફ પરત આવી રહ્યા હતા દરમિયાન લાલપર ગામના ગેટ પાસે ડમ્પર ચાલકે તેઓની કારમાં ડ્રાઇવર સાઈડના પાછળના દરવાજામાં વાહન અથડાવ્યું હતું અને અકસ્માત કર્યો હતો જેથી કરીને કારમાં નુકસાની થઈ હતી માટે ભોગ બનેલ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવી શરૂ કરાય છે

બાઇક સ્લીપ

મોરબીના સનાળા રોડ ઉપર રહેતા આકૃતિબેન પ્રવીણભાઈ સરડવા નામના મહિલા સરતાનપર રોડ ઉપર આવેલ કારખાના સામેથી બાઈકમાં બેસીને પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણોસર બાઈક સ્લીપ થયું હતું જેથી તેઓને ઈજા થઈ હોવાથી ઇજા પામેલા મહિલાને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે

મારા મારીમાં ઇજા

મોરબીના ગાંધી ચોક પાસે રહેતા કરમણભાઈ સત્તાભાઈ ઝાપડા (35) નામના યુવાનને કોઈ અજાણ્યા માણસોએ વીસી ફાટકની અંદરના ભાગમાં મારમાર્યો હતો જેથી તેને ઈજા થહોવાથી યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે.






Latest News