મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

માળીયા (મી) નજીકથી આઇસરમાં કતલખાને લઈ જવાતા 15 અબોલજીવને ગૌરક્ષકોએ બચાવ્યા: ગુનો નોંધાયો


SHARE













માળીયા (મી) નજીકથી આઇસરમાં કતલખાને લઈ જવાતા 15 અબોલજીવને ગૌરક્ષકોએ બચાવ્યા: ગુનો નોંધાયો

માળીયા કંડલા હાઇવે રોડ પર આવેલ ઓનેસ્ટ હોટલ પાસેથી પસાર થઈ રહેલ આઇસર ગાડીને રોકીને ગૌરક્ષકોએ પોલીસની હાજરીમાં ચેક કરી હતી ત્યારે તેમાંથી નવ ભેંસ અને છ પાડા મળી આવતા કુલ 15 અબોલજીવને બચાવવામાં આવ્યા હતા અને 96,000 ની કિંમતના અબોલજીવ તથા 6 લાખ રૂપિયાની કિંમતની ગાડી આમ કુલ મળીને 6,96,000 નો મુદામાલ કબ્જે કરીને હાલમાં માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે તેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરે છે.

કચ્છ તરફથી વાહનમાં અબોલજીવને ભરીને કતલખાને લઈ જવામાં આવી ગયા છે તેવી હકીકત ગૌરક્ષકોને મળી હતી જેથી માળિયા કચ્છ હાઇવે રોડ ઉપર આવેલ ઓનેસ્ટ હોટલ પાસે વોચ રાખવામાં આવી હતી અને મળેલ બાતમી મુજબની આઇસર ગાડી નંબર જીજે 12 સિટી 2457 નીકળતા તેને રોકાવીને પોલીસની હાજરીમાં ચેક કરવામાં આવી હતી ત્યારે ગાડીમાં પાછળના ભાગે દોરડા વડે નવ ભેંસ અને છ પાડા આમ કુલ મળીને 15 જીવને ક્રૂરતાપૂર્વક બાંધીને લઈ જવામાં આવતા હતા અને તેના માટેની જરૂરી પાસ પરમિટ રાખવામાં આવી ન હતી જેથી કુલ મળીને 96,000 ની કિંમતના 15 અબોલજીવ તથા 6 લાખ રૂપિયાની કિંમતની ગાડી આમ કુલ મળીને 6,96,000 કિંમતના મુદ્દામાલને સ્થળ ઉપરથી કબજે કર્યો હતો અને આ અંગે મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ ક્રાંતિ જ્યોત એપાર્ટમેન્ટ બ્લોક નંબર 204 ખાતે રહેતા નિકુંજભાઈ લલીતભાઈ ભૂત (31)માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ઉમરભાઈ સાલમભાઈ મકવા (55) રહે. ભવન નં.-45 વોર્ડ નં-7 મેમણ બારલી મસ્જિદ પાછળ સવાસર નાકા બહાર અંજાર કચ્છ વાળાની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને પકડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News