સોશ્યલ મીડિયાનો ફાયદો: મોરબી નજીકથી ગુમ થયેલ યુવાન જામનગરમાંથી મળી આવ્યો મોરબીના લાલબાગ સેવા સદનમાં વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું ! સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના આવતા : મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય શ્રી કમલમ ખાતે મહત્વની બેઠક યોજાઈ મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર ચાલતા રોડના કામની સાથે વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર લાઇન નાખવા માંગ મોરબીના મોહનભાઈ કુંડારીયાની BBSSL ના ડિરેક્ટર પદે નિમણૂક મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા મહિલા લીડરશીપ કોન્કલેવ યોજાયો મોરબીમાં વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા લોકોની રજૂઆત સાંભળવા માટે પોલીસ દ્વારા જનસંપર્ક સભાનુ આયોજન વાંકાનેર વિધાનસભા બેઠકના વિસ્તારમાં 11 કરોડના ખર્ચે બનનારા નવા રોડનું ધારાસભ્યએ કર્યું ખાતમુહૂર્ત
Breaking news
Morbi Today

મોરબી: વતનથી આવેલ ભાઈને લઈને વાડીએ જઈ રહેલા ભાઇનું માર્ગ અકસ્માતમાં મોત


SHARE











મોરબી: વતનથી આવેલ ભાઈને લઈને વાડીએ જઈ રહેલા ભાઇનું માર્ગ અકસ્માતમાં મોત

મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ વાડીએ રહીને મજૂરી કામ કરતાં યુવાનનો ભાઈ તેના વતનમાંથી મોરબી આવેલ હતો જેથી તેને લેવા માટે તેનો ભાઈ બાઇક લઈને મોરબી આવેલ હતો અને તે બંને પાછા જતાં હતા ત્યારે પંચાસર રોડે આવેલ મયુર ડેરી પાસેથી તેનું ડબલ સવારી બાઇક ખુટીયા સાથે અથડાવ્યું હતું જેથી બાઇકમાં પાછળના ભાગે બેઠેલ ભાઈને માથા અને મોઢાના ભાગે ગંભીર ઇજા થઈ હોવાના કારણે તેનું મોત નીપજ્યું હતું અને બાઈક ચાલકને જમણા હાથમાં ઇજા થયેલ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને અકસ્માતના બનાવ સંદર્ભે મૃતક યુવાનના પિતાની ફરિયાદ લઈને પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ મૂળ એમપી ના અલીરાજપુર જિલ્લાના રહેવાસી અને હાલમાં મોરબીના પંચાસર ગામે વિજયસિંહ ઝાલાની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા કેકકડિયાભાઈ ઉકાભાઇ પસાયા (50)એ હાલમાં બાઈક ચાલક તેના દીકરા વિરમભાઈ કેકડિયાભાઈ પસાયાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કેઆરોપી તેનો દીકરો વિરમભાઇ તેઓના વતનમાંથી મોરબી આવેલ હતો જેથી કરીને તેની બીજો દીકરો રવિન જે હાલમાં વાડીએ તેઓની સાથે હતો તે કસ ટ્રીમ 160 આર જેના નંબર નથી તે બાઇક લઈને મોરબી બસ સ્ટેશને લેવા માટે આવેલ હતો અને તેને બંને ભાઈ મોરબીથી પાછા પંચાસર જતાં હતા ત્યારે પંચાસર રોડ ઉપર આવેલ મયુર ડેરી પાસેથી તેઓના બાઈકની આડે ખુટિયો આવેલ હતો જેથી બાઇક તેની સાથે અથડાયું હતું અને તે બનાવમાં રવિનને માથામોઢા અને શરીરે ગંભીર ઇજા થયેલ હતી જેથી તેનું મોત નીપજયું હતું અને બાઇક ચલાવી રહેલા ફરિયાદીના દીકરા વિરમભાઈને પણ ઇજા થયેલ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવ સંદર્ભે હાલમાં આધેડે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે તેના દીકરાની સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.






Latest News