મોરબી નાગરિક સહકારી બેંકનું મંત્રી-સાંસદની હાજરીમાં રીનોવેશન કામ શરૂ કરાયું મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોના હિતમાં મેયરને કરવામાં આવી રજૂઆત મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા વિર સાવરકર વિશે પ્રશ્ન પૂછવા બદલ શિક્ષકને સસ્પેન્ડ કરવાના વિરોધમાં કલેકટરને આવેદન અપાયું મોરબી જીલ્લામાં વિવિધ સંગઠનોના શ્રમિકોના પડતર પ્રશ્નો માટે ભારતીય મજબૂર સંઘ દ્વારા આવેદન અપાયું જીવા રાજી તો શિવ રાજી: મોરબીમાં શ્રાવણના પ્રથમ સોમવારે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાતું યંગ ઈન્ડિયા ગ્રૂપ મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કવિ સંમેલન-કાવ્યલેખન સ્પર્ધાનું આયોજન ગુજરાત કેસરી સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ મોરબીની દીકરીએ મેળવ્યો બ્રોન્ઝ મેડલ મોરબીની પોલીસ લાઈન કન્યા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીના વિદ્યુતનગરમાં રહેતા વૃદ્ધનુ હાર્ટ એટેકથી મોત


SHARE







મોરબીના વિદ્યુતનગરમાં રહેતા વૃદ્ધનુ હાર્ટ એટેકથી મોત


મોરબીમાં આવેલ વિદ્યુતનગર સોસાયટીમાં ગાયત્રી પ્રોવિઝન સ્ટોર પાસે રહેતા વૃદ્ધને છાતીમાં દુખાવો ઉપડતા તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા ત્યાં ચાલુ સારવાર દરમિયાન તેને હાર્ટ અટેક આવતા તેનું મોત નીપજ્યું હતુ જે બનાવવાની મૃતત ના દીકરાએ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ વિધુતનગર સોસાયટીમાં ગાયત્રી પ્રોવિઝન સ્ટોર પાસે રહેતા રવિન્દ્રસિંહ જટુભા જાડેજા (57) નામના વૃદ્ધ પોતાના ઘરે હતા ત્યારે તેઓને અચાનક છાતીમાં દુખાવો થવા લાગ્યો હતો જેથી તેમને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું જે બનાવની મૃતક વૃદ્ધના દીકરા બ્રિજરાજસિંહ રવિન્દ્રસિંહ જાડેજાએ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.
છ બિયરના ટીન
વાંકાનેર તાલુકાના માટેલ રોડથી સરતાનપર તરફ જવાના રસ્તા ઉપર બાવળની કાંટમાં ખરાબાની જગ્યામાં દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી બિયરના છ ટીમ મળી આવતા પોલીસે 600 ની કિંમતનો બિયરનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી અશ્વિનભાઈ ઉર્ફે ભૂરો મેહુલભાઈ બાંભવા (23) રહે. માટેલ વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News