મોરબી નજીકના ઘુનડા પાસે બાઇક સ્લીપ થતા સગીરનુંં મોત ફિલ્મી સ્ટંટની જેમ ધડાધડ ફાયરિંગ: મોરબીમાં જૂની માથાકૂટનો ખાર રાખીને સ્કોર્પિયો સહિત 3 કારમાં આવેલા 5 શખ્સોએ કર્યા ત્રણ રાઉન્ડ ફાયરિંગ, 3 ઇજાગ્રસ્ત સારવારમાં વાંકાનેરના વિનયગઢ ગામની સીમમાં જુદી જુદી બે જગ્યા ખનીજ ચોર ઉપર રેડ: 3.04 કરોડનો મુદ્દામાલ કબજે ટંકારામાં સિક્યુરિટી ગાર્ડની રૂમમાં ઘૂસીને માર મારીને 7 હજારની લૂંટ વાંકાનેર બાઉન્ડ્રી પાસે સ્કોર્પિયોના ચાલકે ઉડાવતા રોડ ક્રોસ કરીને ચા પીવા જતાં ટ્રક ડ્રાઈવરને ગંભીર ઇજા વાંકાનેરના જોધપર ગામે બાલદાઢીના રૂપિયા બાબતે બોલાચાલી કરીને યુવાનને માર માર્યો વાંકાનેરમાં યુવાનનું અપહરણ કરીને બે શખ્સોએ માર માર્યો મોરબી નજીક બોલેરોને ટ્રક ચાલકે ટક્કર મારતા યુવાનને પગમાં ફ્રેકચર
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં બોગસ દસ્તાવેજી પુરાવા ઊભા કરીને મહિલાને ખોટી રીતે ખેડૂત ખાતેદાર બનાવનાર વૃદ્ધના આગોતરા જામીન નામંજૂર


SHARE













મોરબી જીલ્લામાં બોગસ દસ્તાવેજી પુરાવા ઊભા કરીને મહિલાને ખોટી રીતે ખેડૂત ખાતેદાર બનાવનાર વૃદ્ધના આગોતરા જામીન નામંજૂર

મોરબી જીલ્લામાં વૃદ્ધ ખેડૂતે બોગસ સોગંદનામાબોગસ વરસાઈ આંબો બનાવીને તેનો સાચા તરીકે ઉપયોગ કર્યો હતો અને તેઓની ખેતીની જમીનમાં અન્ય મહિલાને દીકરી તરીકે દર્શાવીને ખેડૂત ખાતેદાર બનાવી હતી જેની માળીયા (મી) તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાયેલ હતી તેવામાં વૃદ્ધ ખેડૂતે તેમના વકીલ મારફતે મોરબીની એડી. સેશન્સ કોર્ટમાં આગોતરા જમીન માટે અરજી કરી હતી જેમાં સરકારી વકીલ અને તપાસનીસ અધિકારી દ્વારા કરવામાં આવેલ દલીલ અને રજૂ કરવામાં આવેલ પુરવાઓને ધ્યાને લઈને મોરબીની એડી.સેશન્સ કોર્ટના જજ સાહેબ દ્વારા અરજદાર/આરોપીની આગોતરા જામીન માટેની અરજી નામંજૂર કરેલ છે.

માળીયા (મિ.)ના સરવડ ગામે રહેતા મહેશભાઈ પ્રભાશંકર રાવલ તેમજ બોગસ સોગંદનામા અને વારસાઈ આંબા આધારે બોગસ ખેડૂત ખાતેદાર બનનાર, વારસાઈ આંબાનો ખરા તરીકે ઉપયોગ કરી ખેતીની જમીન ખરીદનારખેડૂત ખાતેદાર બનનાર તમામ તથા બોગસ વારસાઈ આંબો બનાવવાની કાર્યવાહીમાં મદદ કરનાર તમામ અને તપાસમાં જેના નામ સામે આવે તેઓની સામે સરવડ ગ્રામ પંચાયત વર્તમાન તલાટી કમ મંત્રી તરીકે ફરજ બજાવતા અજયભાઈ વિજયભાઈ ખાંભરામાળીયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે. જે ગુનાની તપાસ હાલમાં મોરબીના ડીવાયએસપી પી.એ.ઝાલા કરી રહ્યા છે અને આ ગુનામાં આરોપીઓને પકડવાના બાકી છે તેવામાં મહેશભાઈ પ્રભાશંકર રાવલ દ્વારા તેના વકીલ મારફતે મોરબીની એડી. સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન માટેની અરજી કરવામાં આવી હતી.

જેમાં આરોપીના વકીલે કહ્યું હતું કે અરજદાર નિર્દોષ છે અને પાયાવિહોણી ફરિયાદના આધારે આ કેસમાં ખોટી રીતે ફસાવવામાં આવેલ છે અને અરજદાર/ આરોપી વિરુદ્ધ પ્રથમ દૃષ્ટિએ કોઈ કેસ બનતો નથી.તેઓ સિનિયર સીટીઝન છે અને કેન્સરની બીમારી છે.તેવી રજૂઆત કરી હતી તેમજ કહ્યું હતું કે, કથિત સોગંદનામું વર્ષ 2022 માં તૈયાર કરવામાં આવ્યું હતું.જ્યારે ફરિયાદ વર્ષ 2025 માં દાખલ કરવામાં આવી છે આ સમયગાળા દરમિયાન અરજદારના કોઈપણ કાનૂની વારસદારો દ્વારા કોઈ વાંધો ઉઠાવવામાં આવ્યો ન હતો. અને કથિત ફરિયાદ એક આરટીઆઈ કાર્યકર્તા દ્વારા રજૂ કરાયેલ અરજીના આધારે દાખલ કરવામાં આવી છે.જેને રદ કરવા માટે અરજદાર/આરોપી દ્વારા હાઇકોર્ટ સમક્ષ અરજી દાખલ કરવામાં આવી છે.

જો કે, મદદનીસ સરકારી વકીલ સંજયભાઇ દવેએ આ આગોતરા જામીન અરજીનો જોરદાર વિરોધ કર્યો હતો અને તપાસનીસ અધિકારી ડીવાયએસપી પી.એ.ઝાલાએ તેમનું સોગંદનામું રજૂ કર્યું હતું. અને સરકારી વકીલે એવી રજૂઆત કરી હતી કે, અરજદાર/આરોપીનું નામ શરૂઆતથી જ એફઆઈઆરમાં છે જેથી કથિત ગુનામાં તેમની પ્રથમ દ્રષ્ટિએ સંડોવણી સાબિત થાય છે.તેમજ વધુમાં ડીવાયએસપી પી.એ.ઝાલાએ કોર્ટમાં એવી રજૂઆત કરી હતી કે, આ ગુના માટે ઉપયોગમાં લેવામાં આવેલ વારસાઈ આંબામાં હંસાબેન મહેશકુમાર રાવલનું ચોથું નામ પાછળથી ઉમેરવામાં આવેલ છે.

વધુમાં એવું પણ કહ્યું હતું કે, મોરબીના કલેક્ટરના આદેશથી હળવદના પ્રાંત અધિકારી અને હળવદના મામલતદારે તપાસ કરી હતી અને ત્યારે પણ અરજદાર/આરોપીએ તપાસમાં સહકાર આપેલ ન હતો અને ત્યાર બાદ કલેક્ટરના આદેશથી આ ફરિયાદ તલાટી કમ મંત્રીએ નોંધાવેલ છે.જે ગુનામાં આરોપી છેલ્લા દોઢ મહિનાથી ફરાર છે જો અરજદાર/આરોપીને આગોતરા જામીન ઉપર મુક્ત કરવામાં આવે છે, તો તે આવા પ્રકારના ગુનાઓને પ્રોત્સાહન આપી શકે છે, તપાસ હજુ ચાલુ છે તેવા સમયે પુરાવા સાથે છેડછાડ કરી શકે, ફરિયાદ પક્ષના સાક્ષીઓને પ્રભાવિત કરી શકે જેથી આગોતરા જામીન અરજી નામંજૂર કરવાની દલીલ કરી હતી.

મોરબીની એડી. સેશન્સ કોર્ટમાં બંને પક્ષો દ્વારા કરવામાં આવેલ રજૂઆતો અને રેકોર્ડ પર ઉપલબ્ધ પુરાવાઓને ધ્યાને લઈને કથિત ફરિયાદ બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કરીને મહેસૂલ રેકોર્ડમાં નામ ઉમેવામાં આવેલ છે અને વારસાઈ આંબામાં ચાર ફેરફારો કરવામાં આવ્યા હતા અને આ ફેરફારો સાક્ષીઓની ગેરહાજરીમાં કરવામાં આવ્યા છે તેવા નિવેદનો અને જુબાની સાક્ષીઓએ આપેલ છે. અને ખાસ કરીને પિતા અને પુત્રીની ઉમર વચ્ચે જે તફાવત સામે આવેલ છે તેની ગંભીરતાને પણ કોર્ટે ધ્યાને લીધેલ છે.

હંસાબેન નામની મહિલા અરજદાર/આરોપીની સાચી દીકરી નથી તેની સંપૂર્ણ જાણકારી હોવા છતાં આ કૃત્ય હાલના અરજદારે કર્યું છે અને તેનો મુખ્ય હેતુ હંસાબેન કે જે કાયદેસરના વારસદાર નથી, છતાં તેમને જમીન ખાતાધારક બનાવવાનો હતો.તેવુ દેખાઈ રહ્યું છે. અને એફઆઈઆરની સામગ્રી, પોલીસ કાગળો, આરોપોની પ્રકૃતિ, તેની ભૂમિકા અને કથિત ગુનાઓ માટે નિર્ધારિત સજાને ધ્યાનમાં લઈને અરજદાર/આરોપીની કથિત ગુનામાં મુખ્ય ભૂમિકા હોવાનું જણાતું હોવાથી મોરબીની એડી.સેશન્સ કોર્ટના જજ કે.આર.પંડ્યા સાહેબ દ્વારા અરજદાર/આરોપી મહેશભાઈ પ્રભાશંકર રાવલની આગોતરા જામીન માટેની અરજીને નામંજૂર કરવામાં આવેલ છે. જેથી હવે આ ગુનામાં આરોપીઓની ધરપકડના ભણકારા વાગી રહ્યા છે






Latest News