મોરબીમાં તાજિયાના તહેવાર પહેલા પોલીસનું ફૂટ પેટ્રોલીંગ યોજાયું વાંકાનેરના કણકોટ ગામે જાહેરમાંથી દારૂની 224 બોટલ સાથે એક શખ્સ પકડાયો ખાનગી વીજ કંપની પાસેથી વળતરનો મામલો, મોરબીના જેતપર ગામે ઉપવાસી છાવણી ખાતે મહિલાઓ દ્વારા આનંદનો ગરબો યોજી અનોખો વિરોધ વ્યક્ત કરાયો મોરબીની જુદીજુદી શાળાઓમાં ડીડીઓ-મેયરની હાજરીમાં અને ટંકરાના જીવાપર ગામે જિલ્લા પંચાયત પ્રમુખની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ ઉજવાયો ટંકારા આઇટીઆઇ ખાતે ૩૦ જૂને યોજાશે ઔદ્યોગિક ભરતી મેળો શાળા પ્રવેશોત્સવમાં કરી જાહેરાત: વાંકાનેરના ભેરડા ગામની શાળામાં પેવાર બ્લોક માટે 3 લાખની ગ્રાન્ટ આપતા ધારાસભ્ય જીતુભાઈ સોમાણી વાંકાનેરના કોઠી અને મહિકા ગામે કલેક્ટરની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો ટંકારાના વિરપર ગામે રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

ટંકારાના ધ્રુવનગર નજીક 46 જેટલા ઘેટા બકરાને હડફેટે લઈને 22 અબોલ જીવના મોત નિપજાવનાર ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો


SHARE











ટંકારાના ધ્રુવનગર નજીક 46 જેટલા ઘેટા બકરાને હડફેટે લઈને 22 અબોલ જીવના મોત નિપજાવનાર ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો

ટંકારાના ધ્રુવનગર ગામ પાસેથી માલધારી પોતાના ઘેટા બકરા લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે ટ્રક ચાલકે તેના 46 જેટલા ઘેટા બકરાને હડફેટે લીધા હતા જેમાંથી 21 ઘેટા અને 1 બકરી આમ કુલ મળીને 22 અબોલ જીવના મોત નીપજ્યા હતા જેથી માલધારીએ ટ્રક ચાલક સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસ આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી માહિતી મુજબ ટંકારા તાલુકાના ધ્રુવનગર ગામે રહેતા સામંતભાઈ જીવણભાઈ ઝાપડા (43) એ ટ્રક નંબર જીજે 3 બીવાય 7167 ના ચાલક રૂપલાલ શ્રીહોલાસ રહે. ઝારખંડ વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે ટંકારાના ધ્રુવનગર ગામ પાસે હાઇવે રોડ ઉપરથી તેઓ પોતાના ઘેટા બકરા લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે ટ્રક ચાલકે તેઓના ઘેટા અને બકરાને હડફેટ લીધા હતા અને કુલ મળીને 46 જેટલા ઘેટા અને બકરાને હડફેટે લેતા 21 ઘેટા અને એક બકરી આમ કુલ મળીને 22 અબોલ જીવના મોત નીપજ્યાં હતા. જ્યારે 24 અબોલ જીવને નાના મોટી ઇજાઓ થઈ હોવાના કારણે તેને સારવારમાં ખસેડાયા છે આ બનાવ સંદર્ભે હાલમાં ભોગ બનેલ માલધારી દ્વારા ટ્રક ચાલક સામે 65,000 થી વધુનું નુકસાન થયું હોવા અંગેની ફરિયાદ નોંધાવતા પોલીસે ટ્રક ચાલક સામે ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબીમાં શક્તિ ચેમ્બર પાસેથી બાઈકની ચોરી

મોરબીમાં નટરાજ ફાટક પાસે આવેલ શક્તિ ચેમ્બર નજીક બાઇક નંબર જીજે 36 એબી 1942 પાર્ક કરીને મૂક્યું હતું જે બાઈકની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને 20,000 રૂપિયાની કિંમતના બાઈકની ચોરી થઈ હોવા અંગેની ચરણસિંહ ગંભીરસિંહ પાલ (45) રહે ઇન્દિરા નગર ગાયત્રી નગર મોરબી વાળાએ અજાણ્ય શખ્સ સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News