મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ મોરબીના મકનસર ગામ પાસે ટ્રક નીચે ચગડાઈ જવાથી યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીના અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા ફ્રી ગરબા ક્લાસિકનું આયોજન: 3 મહિના સુધી શિખડાવવામાં આવશે નિઃશુલ્ક ગરબા


SHARE







મોરબીના અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા ફ્રી ગરબા ક્લાસિકનું આયોજન: 3 મહિના સુધી શિખડાવવામાં આવશે નિઃશુલ્ક ગરબા

મોરબીમાં અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપના પ્રમુખ હેતલબેન પટેલના માતૃશ્રી કસ્તુરબેન ઉઘરેજાની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિતે ત્રણ મહિના સુધી નિ:શુલ્ક ગરબા ક્લાસિકનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોરબીના રામેશ્વર પાર્ટી પ્લોટ ખાતે ગરબા ક્લાસિકનું અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપના પ્રમુખ હેતલબેન પટેલના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો.આ પ્રસંગે ટંકારા નગરપાલિકાના ચીફ ઓફિસર ગીરીશભાઈ સરૈયા, મહિલા પીઆઈ લગધીરકા, ભાવેશભાઈ કંઝારિયા, વિજયભાઈ વ્યાસ, ગોપાલભાઈ કાસુન્દ્રા, વિજયભાઇ ભાડજા, નિવૃત આર્મીમેન સહદેવસિંહ, એડ.દિલીપભાઈ અગેચણીયા, ધનશ્યામસિંહ ઝાલા, ભુપતભાઈ જારિયા, પરેશભાઈ મેરજા સહિતના અગ્રણીઓ અને પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. ત્યારે મોરબીના ભાઈઓ-બહેનો તથા બાળકોને નિ:શુલ્ક ગરબા શીખડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ગરબા ક્લાસિકમાં અત્યાર સુધીમાં 2000 થી વધુ ભાઈઓ-બહેનો અને બાળકોએ આ ગરબા ક્લાસિકમાં રજીસ્ટ્રેશન કરાવી ચુક્યા છે. જેમાં મોરબીના રામેશ્વર પાર્ટી પ્લોટ તથા મહેન્દ્રનગર ચોકડી પાસે શિવાલીકા કોમ્પ્લેક્સ ખાતે વિનર્સ ડાન્સ એકેડમી ડાયરેક્ટર સંજયભાઈ વ્યાસ તથા તેમની કોરિયોગ્રાફરની ટીમ દ્વારા ગરબા શીખડાવવામાં આવશે.






Latest News