મોરબીના જેતપર રોડ પાવડીયારી નજીક યુવાને અંતિમ પગલું ભરી લેતા મોત મોરબી સરતાનપર રોડે બાઇક ટેમ્પો સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં:દીઘડીયાને વાડીમાં બે બાળકોને ઇલે. શોર્ટ લાગ્યો મોરબીના આંદરણા ગામ પાસે કેશવ કાયાકલ્પ વેલનેસ સેન્ટર પ્રાકૃતિક ચિકિત્સા કેન્દ્ર ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન મોરબી, માળિયા અને ધ્રાંગધ્રા નર્મદા કેનાલની કલેક્ટરે મુલાકાત લઈને અધિકારીઓને આપ્યા જરૂરી સૂચનો માળીયા (મી)માં 5 હજારની લાંચ લેતા પકડાયેલ સીએચસીના હેડ ક્લાર્કને 5 વર્ષની સખત કેદની સજા, 10 હજારનો દંડ મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા પોલીસ દ્વારા નવા ત્રણ ફોજદારી કાયદાની સમજ માટે યોજાયેલ સ્પર્ધાનું પરિણામ જાહેર


SHARE







મોરબી જિલ્લા પોલીસ દ્વારા નવા ત્રણ ફોજદારી કાયદાની સમજ માટે યોજાયેલ સ્પર્ધાનું પરિણામ જાહેર

ભારત સરકાર દ્વારા ત્રણ નવા ફોજદારી કાયદા અમલમાં મૂકવામાં આવેલ છે જેની લોકોને સમજ મળે તેના માટે જુદીજુદી સ્પર્ધાનું મોરબી જિલ્લા પોલીસ દ્વારા સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે

ભારત સરકાર દ્વારા ભારતીય ન્યાય સંહિતા-2023, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-2023 અને ભારતીય સાક્ષ્ય અધિનિયમ-2023 આ ત્રણ નવા કાયદાને અમલમાં મૂકવામાં આવેલ છે તેની સમજ લોકોને આપવા માટે મોરબી જિલ્લા પોલીસ દ્વારા સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઓડિયો, વીડિયો તથા ચિત્ર સ્પર્ધા રાખવામા આવી હતી. આસ્પર્ધા માટે તા થી 15 જૂન સુધીમાં ચિત્રઓડિયો અને વિડીયો સ્પર્ધાકે મોકલી આપવાના હતા. આ ત્રણેય સ્પર્ધાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે જેમાં ઓડિયો સ્પર્ધા પ્રથમ અવનિ વાઢેર, દ્વિતીય ડો. અવનિ સૂચક અને તૃતીય નંદિની સોની, વીડિયો સ્પર્ધા પ્રથમ સાક્ષી કોઠારી, દ્વિતીય ભાવિકા પારેખ અને તૃતીય મિતેશ દવે તથા ચિત્ર સ્પર્ધા પ્રથમ સંગિતા હડિયલ, દ્વિતીય હેત્વી ડઢાણિયા અને તૃતીય નેન્સી ભોરણિયા વિજેતા બનેલ છે અને આ વિજેતાઓના આગામી સમયમાં બે હજાર થી લઈને વીસ હજાર સુધીના રોકડ ઇનામો આપવામાં આવશે તેના માટેની તારીખ આગામી સમયમાં જાહેર કરવામાં આવશે.






Latest News