મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

ઓસ્ટ્રેલિયાના સિડનીમાં શંકાસ્પદ હાલતમાં મૃત્યુ પામેલ હળવદના મેરૂપર ગામના યુવાનનો મૃતદેહ વતનમાં લાવીને અંતિમક્રિયા કરાઇ, ગામ હિબકે ચડયુ


SHARE











ઓસ્ટ્રેલિયાના સિડનીમાં શંકાસ્પદ હાલતમાં મૃત્યુ પામેલ હળવદના મેરૂપર ગામના યુવાનનો મૃતદેહ વતનમાં લાવીને અંતિમક્રિયા કરાઇ, આખુ ગામ હિબકે ચડયુ

મોરબી જિલ્લાના હળવદ તાલુકાનાં મેરૂપર ગામનો યુવાન ઓસ્ટ્રેલિયાના સિડની ખાતે રહેતો હતો અને નોકરી હતો જે યુવાન ગત તા 1 ના રોજ ગુમ થયો હતો અને ત્યાર બાદ તેનો તા 6 ના રોજ મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો જેથી તેના મૃતદેહને વતનમાં લાવવા માટે સાંસદ અને સરકાર દ્વારા સહકાર આપવામાં આવ્યો હતો જેથી આજે મોડી સાંજે તે યુવાનના મૃતદેહને મદરે વતન લઇ આવીને અંતિરક્રિયા કરવામાં આવી હતી ત્યારે આખુ ગામ હિબકે ચડ્યુ હતુ.

હળવદના મેરૂપર ગામનો જયદીપસિંહ અજીતસિંહ ડોડીયા (29) નામનો યુવાન છેલ્લા સાતેક વર્ષથી સ્ટુડન્ટ વિઝા ઉપર ઓસ્ટ્રેલિયાના સિડનીમાં હતો અને ત્યારબાદ ત્યાં જ તે નોકરી કરતો હતો અને આ યુવાનના એક વર્ષ પહેલાં લગ્ન થયા હતા અને લગ્નના ત્રણ મહિના બાદ તે યુવાન પોતાના પત્નીને સાથે સિડની લઈ ગયો હતો અને બંને સિડનીમાં રહેતા હતા. જો કે, જયદીપસિંહ ડોડીયા ગત તા. 1 જુનના રોજ રાત્રીના નોકરીએ ગયો હતો અને બાદમાં તે પાછો આવેલ ન હતો જેથી તેના પત્નીએ 2 જૂનના રોજ જયદીપસિંહ ડોડીયા ગુમ થયાની ફરિયાદ ત્યાંની પોલીસમાં આપી હતી અને બાદમાં તા. 6 જૂનના રોજ જયદીપસિંહ ડોડીયા જે વિસ્તારમાં રહેતો હતો ત્યાં ઘરની બાજુમાંથી નીકળી નદીના કાંઠેથી જ તેનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવેલ હતો જેથી તેના પત્નીને બોલાવીને તેના મૃતદેહની ઓળખ કરાવવામાં આવી હતી. જો કે, મૃતક યુવાનના મૃતદેહને વતનમાં લાવવા માટે સુરોન્દ્રનગરના સાંસદ ચંદુભાઇ સિહોરા અને ભારત સહકારનો સહકાર મળ્યો હતો જેથી આજે તા.18 જુને મૃતક જયદીપસિંહ ડોડીયાના મૃતદેહને હળવદના મેરૂપર ગામે લઈ આવ્યૈ હતા અને ત્યારે મૃતક યુવાનના પરિવારજનો સહિત સમગ્ર ગામ હિબકો ચડ્યુ હતુ. અને હિન્દુ શાસ્ત્રોક્ત વિધી મુજબ મેરૂપર ગામે મૃતક યુવાન જયદીપસિંહ ડોડીયાની અંતિમ વિધી કરવામાં આવી હતી.






Latest News