મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબીના અધ્યયન મંડળ દ્વારા કાલે વિપશ્યના સાધના અને બૌદ્ધ ધર્મ વિષય ઉપર બૌદ્ધિક વર્ગનું આયોજન


SHARE







મોરબીના અધ્યયન મંડળ દ્વારા કાલે વિપશ્યના સાધના અને બૌદ્ધ ધર્મ વિષય ઉપર બૌદ્ધિક વર્ગનું આયોજન

અધ્યયન મંડળ મોરબી દ્વારા તા.૧૯-૬ ને ગુરુવારના દિવસે વિપશ્યના સાધના અને બૌદ્ધ ધર્મ વિષય ઉપર એક બૌદ્ધિક વર્ગનું આયોજન કરવામાં આવ્યું છે.

હિન્દુ સંવત્સર મહિનાના દર ચોથા ગુરૂવારે અધ્યયન મંડળ મોરબી દ્વારા રાષ્ટ્રીય દ્રષ્ટિકોણથી સમાજ જીવનને સ્પર્શતા વિવિધ વિષયોનું તાત્વિક અને વ્યાવહારિક અધ્યયન, અનુસંધાન અને સાહિત્ય નિર્માણ થાય તેવા ઉદ્દેશથી એક બૌદ્ધિક વર્ગનું આયોજન કરવામાં આવે છે.જેઠ વદ ૧૦,  તા.૧૯-૬ ના માસિક બૌદ્ધિક વર્ગમાં વિપશયના સાધના અને બૌદ્ધ સંપ્રદાયના વિવિધ પાસાંઓ વિષય ઉપર અધ્યયન મંડળના અધ્યેતા શૈલેષભાઈ કાલરિયા વક્તવ્ય આપશે.દર મહિને વિવિધ વિષયોના નિષ્ણાત વક્તાઓને આમંત્રણ આપીને રાષ્ટ્રના આ સંક્રમણ સમયે વૈચારિક યુદ્ધમાં કઈ રીતે બચવું અને કેવી તૈયારી કરવી વગેરે ચર્ચા કરવામાં આવે છે.મોરબીના અધ્યયનશીલ લોકો તથા રસ ધરાવતા લોકોને આ અધ્યયન મંડળમાં જોડાવા માટે અધ્યયન મંડળ મોરબીના સહ સંયોજક વિજયભાઈ રાવલ અને કમલેશભાઈ અંબાસણા તથા સંયોજક ડો.જયેશભાઈ પનારા દ્રારા અપીલ કરવામાં આવેલ છે.






Latest News