મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

વાહ રે વિકાસ: મોરબીના જીવાપર પાસે નવુ બનાવેલ પુલિયું પહેલા જ વરસાદમાં ધોવાઇ ગયું


SHARE







વાહ રે વિકાસ: મોરબીના જીવાપર પાસે નવુ બનાવેલ પુલિયું પહેલા જ વરસાદમાં ધોવાઇ ગયું

મોરબીમાં મેઘરાજાની એન્ટ્રી થતાની સાથે જ જાણે કે રોડ રસ્તાના ધોવાણ શરૂ થઈ ગયા હોય તેઓ ઘાટ જોવા મળી રહ્યો છે મોરબીના જીવાપરથી જીકિયારી ગામ તરફ જવાના જુના રસ્તા ઉપર ચાલુ વર્ષે જ નવું પુલિયું બનાવવામાં આવ્યું હતું તેની એક સાઇડનો ભાગ પહેલા વરસદમાં ધોવાઇ ગયેલ છે. જેથી હાલમાં જીવાપર ગામથી જીકિયારી ગામ તરફ જવાનો જુનો રસ્તો છે ત્યાં લોકોની અવરજવર બંધ થઈ ગઈ છે. અને ખેડૂતો પણ તેના ખેતરે ન જઈ શકે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે.

સરકાર દ્વારા લાખો કરોડો રૂપિયાના ખર્ચા લોકોને સારા રોડની સુવિધા મળે તેના માટે કરવામાં આવે છે જો કે, તેમાંથી મોટા ભાગની રકમ ભ્રષ્ટાચારમાં જતી હોવાના કારણે રોડ રસ્તાનું કામ નબળી ગુણવત્તાનું થતું હોય છે તેવું અગાઉ મોરબી સહિત ગુજરાતના જુદા જુદા વિસ્તારોમાં અનેક વખત સામે આવ્યું છે તેવામાં મોરબી જિલ્લામાં ગઈકાલે રાત્રિ દરમિયાન પડેલા વરસાદના કારણે પ્રથમ વરસાદમાં જ નવું બનેલ પુલિયું ધોવાઇ ગયું છે

મોરબીના જીવાપરથી જીકિયારી ગામ તરફ જવાનો જે જૂનો રસ્તો છે તેને બોળીયાર પાટીનો માર્ગ તરીકે લોકો જાણે છે તે રસ્તા ઉપર ચાલુ વર્ષ દરમિયાન નવું પુલિયુ બનાવવામાં આવ્યું હતું જો કે જ્યારે કોન્ટ્રાક્ટર દ્વારા કામ કરવામાં આવતું હતું ત્યારે સ્થાનિક લોકો દ્વારા કહેવામાં આવ્યું હતું કે ત્યાં પાણીનો પ્રવાહ વધુ રહે છે જેથી સેફટીની દિવાલ ઊંચી બનાવવામાં આવે તે જરૂરી છે પરંતુ તે વાતને કોન્ટ્રાક્ટર કે અધિકારીએ ધ્યાને લીધી ન હતી.

દરમ્યાન મોરબી તાલુકા વિસ્તારમાં સરકારી ચોપડે નોંધાયેલ આંકડા મુજબ 4.25 ઇંચ વરસાદમાં નવું પુલિયું ધોવાઈ ગયું છે જેથી પ્રથમ વરસાદમાં જ પુલિયું ધોવાઈ જતાં ખેડૂતો પોતાના ખેતરે પણ ન જઈ શકે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે જોકે હવે આ પુલિયું ક્યારે રિપેર કરવામાં આવશે ? અને ખેડૂતો પોતાના ખેતર સુધી જઈને ખેતી કામ ક્યારે કરી શકશે ? એ તો આગામી સમય બતાવશે અને આવું નબળું કામ કરનાર કોન્ટ્રાક્ટર સામે અધિકારી દ્વારા કોઈ પગલાં લેવામાં આવશે કે કેમ તે પણ હાલ કહેવું મુશ્કેલ છે.






Latest News