મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

વાંકાનેરના ભોજપરા ગામે વાડીએ પડેલ મગફળીનો પાલો-કડબના ઢગલામા આગ ચાંપી દીધી: યુવાનને 70 હજાર જેટલું નુકશાન


SHARE







વાંકાનેરના ભોજપરા ગામે વાડીએ પડેલ મગફળીનો પાલો-કડબના ઢગલામા આગ ચાંપી દીધી: યુવાનને 70 હજાર જેટલું નુકશાન

વાંકાનેર નજીક આવેલ ભોજપરા ગામે યુવાને પોતાની વાડીમાં મગફળીનો પાલો અને જારની કડબના ઢગલો રાખ્યો હતો જે ઢગલામાં તે જ ગામની અંદર રહેતા એક શખ્સે આગ ચાપી દીધી હતી જેથી ખેત પેદાશનો માલ બનીને ખાખ થઈ ગયો હતો જેથી કરીને અંદાજે 65 થી 70 હજાર રૂપિયાનું યુવાનને નુકસાન થયેલ હોય ભોગ બનેલા યુવાને વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી માહિતી પ્રમાણે વાંકાનેર તાલુકાના મોટા ભોજપરા ગામે રહેતા અને ખેતીકામ તથા કરિયાણાની દુકાન ચલાવતા એજાજઅહેમદ ઈસ્માઈલભાઈ માથાકિયા (34)એ હાલમાં રામદેવ ઉર્ફે મેહુલભાઈ લાલાભાઇ સારલા રહે. મોટા ભોજપરા તાલુકો વાંકાનેર વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છેકે, ભોજપરા ગામે પાદરમાં આવેલી તેની વાડીએ ફરિયાદીએ મગફળીનો પાલો તથા જારની કડબના ઢગલા મૂક્યા હતા તેમાં આરોપીએ કોઈ કારણોસર આગ ચાંપી પીધી હતી જેથી ફરિયાદીને ખેતપેદાશનું નુકસાન થયેલ છે જેથી અંદાજે 65 થી 70 હજારનું નુકસાન થયું હોવાની યુવાને વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.






Latest News