મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

​​​​​​​મોરબીમાં વરસાદી પાણીના નિકાલ માટેના વોકળા ઉપરના દબાણોને તોડી પાડીને પછી સાફ કરવાની કોંગ્રેસની માંગ


SHARE













મોરબીમાં વરસાદી પાણીના નિકાલ માટેના વોકળા ઉપરના દબાણોને તોડી પાડીને પછી સાફ કરવાની કોંગ્રેસની માંગ

મોરબીમાં વરસાદી પાણીનો નિકાલ થાય તે માટે રાજાશાહી વખતથી મૂકવામાં આવેલા વોકળા ઉપર થઈ ગયેલ દબાણોને દૂર કરવામાં આવતા નથી અને હાલમાં મહાપાલિકાની ટીમ દ્વારા વોકળા સફાઈની કામગીરી પાસેરામાં પૂણી સમાન કરવામાં આવી રહી છે ત્યારે મોરબી શહેર કોંગ્રેસના પ્રમુખ દ્વારા મોરબીમાં આવેલ વરસાદી પાણીના નિકાલ માટેના વોકળા ઉપર કરવામાં આવેલા દબાણને દૂર કરીને તમામ વોકળાને સાફ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે

મોરબી શહેર કોંગ્રેસના પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા દ્વારા મોરબી શહેરના જુદા જુદા વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ માટે રાજાશાહી વખતથી મૂકવામાં આવેલા વરસાદી પાણીના નિકાલ માટેના વોકળાને ચેક કરવામાં આવ્યા હતા ત્યારે મોટાભાગના વોકળા ઉપર દબાણ થઈ ગયું હોય તેવું જોવા મળ્યું હતું તેમજ મોટાભાગની જગ્યાઓએ હજુ સુધી પ્રિમોન્સૂન કામગીરી કરવામાં આવી નથી ત્યારે મોરબી મહાપાલિકા દ્વારા પ્રિ મોનસુન કામગીરી જે કરવામાં આવી રહી છે તે પાસેરામાં પૂણી સમાન કામગીરી થતી હોવાનો આક્ષેપ કર્યો છે અને ખાસ કરીને તેઓએ એવી માંગ કરી હતી કે મોરબીમાં જેટલા પણ વરસાદી પાણીના વોકળા છે તેના ઉપર કરવામાં આવેલા તમામ પ્રકારના દબાણોને તોડી પાડવામાં આવે અને વરસાદી પાણીનો ઝડપથી શહેરી વિસ્તારમાંથી નિકાલ થઈ જાય તે માટે યોગ્ય રીતે તમામ વોકળાને સાફ કરવાં આવે તે જરૂરી છે વધુમાં તેમને જણાવ્યું હતું કે દર વખતે ચોમાસા દરમિયાન બે થી પાંચ ઇંચ જેટલો વરસાદ પડે ત્યાં મોરબી શહેરના ચોકકસ વિસ્તારોમાં રોડ રસ્તા ઉપર, લોકોની દુકાનો અને ઘરમાં વરસાદી પાણી ઘૂસી જતા હોય છે ત્યારે ઘરવખરી અને દુકાનમાં નુકસાન થાય છે આવી પરિસ્થિતિ આગામી ચોમાસા દરમિયાન ઊભી ન થાય તે માટે વરસાદી પાણીના નિકાલ માટેના વોકળા ઉપર કરવામાં આવેલા તમામ પ્રકારના દબાણો તોડી પાડવામાં આવે અને વોકળાની યોગ્ય રીતે સફાઈ કરવામાં આવે તેવી માંગ તેમના દ્વારા કરવામાં આવેલ છે






Latest News