મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી !  હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય અને કાર્ગો સેવા શરૂ કરવા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆત ગૌરવની ક્ષણ ૮૦માસ્વાતંત્ર્ય દિને મોરબી જિલ્લા તંત્ર દ્વારા મેંગોપીપલ પરિવારનું ભવ્ય સન્માન મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા તીજોત્સવની રંગારંગ ઉજવણી મોરબીની બી.એમ.મામુજી ૮૦ વર્ષ જૂની પેઢીનો પર્યાવરણપ્રેમ, લગભગ ૨૦ વર્ષથી પ્લાસ્ટિક ઝબલાઓનો સંપૂર્ણ ત્યાગ મોરબીમાં ભારતીય યુવા મંચ દ્વારા યુવા વક્તાઓ માટે ખાસ કાર્યક્રમ યોજાયો મોરબીમાં ભાડુઆત દંપતી સાથે માથાકૂટ કરીને ઘરધણી મહિલાને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતાં ગુનો નોંધાયો મોરબીના શાપર ગામ નજીક રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે માતાની નજર સામે 2 વર્ષના માસૂમ બાળકને કચડી નાખ્યો
Breaking news
Morbi Today

મોરબીના તળાવિયા શનાળા ગામ પાસે ટ્રક વીજ લાઇનને અડી જતાં શોર્ટ લાગવાથી યુવાનનું મોત


SHARE







મોરબીના તળાવિયા શનાળા ગામ પાસે ટ્રક વીજ લાઇનને અડી જતાં શોર્ટ લાગવાથી યુવાનનું મોત

મોરબી તાલુકાના તળાવિયા શનાળા ગામ પાસેથી યુવાન ટ્રક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે ત્યાં બાયપાસ પાસે બ્રિજનું કામ ચાલુ હોય ટ્રકનો પાછળનો ભાગ વીજ લાઈનને અડી જતા યુવાનને શોર્ટ લાગવાથી યુવાનને તાત્કાલિક સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને ત્યારબાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ કરી હતી

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી નજીકના ઘૂટું ગામે રહેતા હસમુખભાઈ જયંતીભાઇ સોલંકી (37) નામનો યુવાન મોરબીના તળાવીયા સનાળા ગામ પાસેથી ટ્રક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે ત્યારે ત્યાં બાયપાસ પાસે બ્રિજનું કામ ચાલુ હોય તેના ટ્રકનો પાછળનો ભાગ વીજ લાઇનને અડી જતા યુવાનને શોર્ટ લાગ્યો હતો જેથી તેને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કરીને આ બનાવ અંગેની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

એક બોટલ દારૂ

મોરબીમાં માધાપર શેરી નં-21 માં રહેતા દશરથસિંહ ઝાલાના કબજા ભોગવટાવાળા મકાનમાં દારૂની રેડ કરવામાં આવી હતી. ત્યારે ત્યાં સ્થળ ઉપરથી દારૂની એક બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે 979 ની કિંમતની દારૂની બોટલ કબજે કરી હતી અને રેડ કરવામાં આવી હતી ત્યારે આરોપી હાજર ન હોય હાલમાં દશરથસિંહ વનરાજસિંહ ઝાલા રહે. માધાપર શેરી નં-21 મોરબી વાળાની સામે ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

એક બોટલ દારૂ

વાંકાનેર સિટી સ્ટેશન રોડ ઉપર નાલા પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હતી જેથી પોલીસે 300 ની કિંમતની દારૂની બોટલ કબજે કરી હતી અને આરોપી જીગ્નેશભાઈ ઘનશ્યામભાઈ મકવાણા (23) રહે. નવાપરા પંચાસર રોડ વાંકાનેર વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયેલ છે.






Latest News