મોરબી નાગરિક સહકારી બેંકનું મંત્રી-સાંસદની હાજરીમાં રીનોવેશન કામ શરૂ કરાયું મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોના હિતમાં મેયરને કરવામાં આવી રજૂઆત મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા વિર સાવરકર વિશે પ્રશ્ન પૂછવા બદલ શિક્ષકને સસ્પેન્ડ કરવાના વિરોધમાં કલેકટરને આવેદન અપાયું મોરબી જીલ્લામાં વિવિધ સંગઠનોના શ્રમિકોના પડતર પ્રશ્નો માટે ભારતીય મજબૂર સંઘ દ્વારા આવેદન અપાયું જીવા રાજી તો શિવ રાજી: મોરબીમાં શ્રાવણના પ્રથમ સોમવારે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાતું યંગ ઈન્ડિયા ગ્રૂપ મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કવિ સંમેલન-કાવ્યલેખન સ્પર્ધાનું આયોજન ગુજરાત કેસરી સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ મોરબીની દીકરીએ મેળવ્યો બ્રોન્ઝ મેડલ મોરબીની પોલીસ લાઈન કન્યા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીના શનાળા ગામ પાસે સરકારી જમીન ઉપર કરેલા દબાણોને મહાપાલિકાએ તોડી પાડ્યા


SHARE







મોરબીના શનાળા ગામ પાસે સરકારી જમીન ઉપર કરેલા દબાણોને મહાપાલિકાએ તોડી પાડ્યા

મોરબીના સનાળા ગામ પાસે મહાપાલિકાની હદમાં સરકારી જમીન ઉપર કરવામાં આવેલ દબાણને તોડી પાડવા માટે આજે મહાપાલિકાની ટીમ દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી હતી અને બુલડોઝર ફેરવીને કાચા પાકા તમામ દબાણોને તોડી પાડીને સરકારી જમીન ખુલી કરવામાં આવી છે તેની સાથે વરસાદી પાણીના નિકાલમાં નડતરરૂપ થાય તેવા દબાણોને પણ તોડી પાડવામાં આવ્યા હતા.

મોરબી મહાપાલિકા અસ્તિત્વમાં આવ્યા બાદ જાન્યુઆરી મહિનાથી મોરબી શહેરના મુખ્ય માર્ગોની આસપાસમાં કરવામાં આવેલા કાચા પાકા તમામ દબાણોને તોડી પાડવા માટે થઈને મહાપાલીકાની ટીમ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે અને મોરબી મહાપાલિકાના કમિશનર સ્વપ્નિલ ખરેની સૂચના મુજબ હાલમાં સ્ટાફ દ્વારા જુદા જુદા રોડની આસપાસમાં કરવામાં આવેલા કાચા પાકા દબાણો દૂર કરવા માટે આસામીઓને પ્રથમ સૂચના આપવામાં આવે ત્યાર બાદ નોટિસ આપવામાં આવે છે અને ત્યાર પછી પણ જો તે દબાણોને દૂર કરવામાં આવ્યા ન હોય તો મહાપાલિકાનું બુલડોર ફેરવીને તે દબાણોને દૂર કરવા માટેની કામગીરી કરવામાં આવતી હોય છે તેવી જ કામગીરી આજે સવારથી મહાપાલીકાને ટીમ દ્વારા મોરબીના બાયપાસ રોડ ઉપર આવેલ ઓવરબ્રિજના ખૂણા પાસેથી સનાળા ગ્રામ પંચાયત સુધી હાથ ધરવામાં આવી હતી અને ત્યાં રસ્તામાં બનાવમાં આવેલ હોટલ, ઓફિસ વિગેરે જેવા કાચા પાકા દબાણો તોડી પાડ્યા હતા તે તમામ દબાણોને બુલડોઝર ફેરવીને તોડી પાડવામાં આવ્યા છે અને આવી જ કામગીરી દર બુધવારે મોરબી શહેરના કોઈને કોઈ એક રસ્તા ઉપર ચાલુ રાખવામાં આવશે તેવી માહિતી કમિશનર દ્વારા પત્રકારોને આપવામાં આવી હતી






Latest News