મોરબીમાં આવેલ ગજાનંદ એપાર્ટમેન્ટના ફ્લેટમાં જુગાર રમતા પાંચ શખ્સો 2.62 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના સીરામીક ઉદ્યોગમાં પાઇપલાઇન મારફતે ગેસ સપ્લાય કરતી બે કંપનીના ભાવમાં જમીન આસમાનનો તફાવત !, ઉદ્યોગકારોની મૂંઝવણમાં સતત વધારો: હાલમાં ઉદ્યોગકારો એમજીઓ કરાર ન કરે તેવા સંકેત મોરબીમાં વ્યાજે લીધેલા 2.40 લાખ સામે 7.67 લાખ ચૂકવી દીધા છતાં ગીરવે મુકેલા દાગીના અને કોરા ચેક પાછા નહીં આપતા દંપતી સામે ગુનો નોંધાયો ભારે કરી: મોરબીમાં બાઈક વ્યવસ્થિત રાખવાનું કહેતા નિવૃત્ત પોલીસ કર્મચારીને ઝાપટ મારીને ગાળો આપી છરી મારવાનો પ્રયાસ મોરબીમાં બાઈક ચાલકે હડફેટે લેતા ઇજા પામેલ 12 વર્ષના બાળકનું મોત મોરબીમાં વેપાર માટે યુવાને વ્યાજે લીધેલા 5 લાખ સામે 7.90 લાખ ચૂકવ્યા છતાં બે શખ્સો દ્વારા પઠાણી ઉઘરાણી, મારી નાખવાની ધમકી હળવદના માથક ગામે રહેતા યુવાને અગાઉ કરેલ ફરિયાદ પાછી ખેંચી લેવા માટે ફોન ઉપર ગાળો આપીને ઠામ પતાવી દેવાની ધમકી મોરબીમાં જુદી જુદી બે જગ્યાએથી દારૂની 17 બોટલ સાથે ત્રણ શખ્સો પકડાયા, ત્રણ ની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીમાં કોરૂગેટેડ બોક્સના બાકી રૂપિયા ન આપનારા કારખાનેદારોને કોઈ પેકેજિંગમાંથી બોક્સ મળશે નહીં: કોરુગેટેડ બોક્સ એસો.ની મિટિંગમાં લેવાયો નિર્ણય


SHARE











મોરબીમાં કોરૂગેટેડ બોક્સના બાકી રૂપિયા ન આપનારા કારખાનેદારોને કોઈ પેકેજિંગમાંથી બોક્સ મળશે નહીં: કોરુગેટેડ બોક્સ એસો.ની મિટિંગમાં લેવાયો નિર્ણય

મોરબીમાં ગઇકાલે કોરુગેટેડ બોક્સ એસો.ની મિટિંગ મળી હતી જેમાં ઘણી બધી ચર્ચા કરવામાં આવી હતી તેમાં ખાસ કરીને જે સિરામિક કારખાના વળાના પેમેન્ટ બાકી હોય તેઓને પેમેન્ટ ન આપે ત્યાં સુધી મોરબીના બીજા કોઈ પેકેજિંગમાંથી બોક્સ મળશે નહીં અને કોરુગેટેડ બોક્સ રીયુઝ પેપરમાંથી બને છે એટલે તેમાં કોઈ પણ પ્રકારની ગેરન્ટી આપવામાં આવતી નથી અને આ બોક્ષના ઉપયોગથી ટાઇલ્સમાં ડાઘ પડે કે બીજી કોઈ પ્રોબ્લેમ આવે તો તેના માટે કોરુગેટેડ બોક્સ વાળા જવાબદાર રહેશે નહીં તેવો સંયુક્ત રીતે નિર્ણય કરવામાં આવેલ છે.

 મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર આવેલ વીરપર ગામ પાસે કમ્ફર્ટ હોટલ ખાતે ગઇકાલે તા 10/6 ના રોજ મોરબીના કોરુગેટેડ બોક્સ એસો.ના પ્રમુખ પાર્થભાઈના અધ્યક્ષ સ્થાને મિટિંગ મળી હતી જેમાં અગાઉની મિટિંગમાં કરવામાં આવેલ નિયમનું તમામ સભ્યો પાલન કરે છે તે અંગેની ચર્ચા કરી હતી ત્યાર બાદ કોઈને કોઈપણ પ્રોબ્લેમ હોય તો તેનું નિરાકણ લાવવા માટેનું ચર્ચા કરવામાં આવી હતી અને ખાસ કરીને મંદી અને હરીફાઈના માહોલ કેમ  સમસ્યા ન સર્જાય તેના માટેની માહિતી મિટિંગમાં આપવામાં આવી હતી. અને બાદમાં આ મિટિંગમાં બે મહત્વના નિર્ણય કરવામાં આવ્યા હતા જેમાં આજથી કોરુગેટેડ બોક્સ લેનારા ગ્રાહકો (સિરામિક વાળા)ના જુના પૈસા બાકી હોય તેવા યુનિટને મોરબીના બીજા કોઈપણ પેકેજિંગ વાળા માલ સપ્લાય કરશે નહી અને કોરુગેટેડ બોક્સ રીયુઝ પેપરમાંથી બનાવવામાં આવે છે એટલે બોક્સમાં કોઈ પણ ગેરન્ટી આવતી નથી અને તે બોક્સના લીધે ટાઇલ્સમાં ડાઘા પડવા કે બીજા પ્રોબ્લેમ આવે તો તેના માટે બોક્સ બનાવતા ઓટો પ્લાન્ટની જવાબદારી રહેશે નહીં તેવો નિર્ણય કરવામાં આવેલ છે અને તે અંગેની જાણ તેઓએ પોતાના ગ્રાહકોને કરી દેવા માટે મિટિંગમાં જ સભ્યોને કહેવામા આવ્યું હતું. અને આ બંને નિયમની અમલવારી કડક પણે કરવાની તમામ સભ્યોએ પ્રમુખને મિટિંગમાં જ સહમતિ આપી હતી. આ મિટિંગમાં પ્રમુખ પાર્થભાઈ તેમજ પ્રકાશભાઈ, પિયુષભાઈ, કલ્પેશભાઈ, હાર્દિકભાઈ, મેહુલભાઈ, રાજુભાઈ, ભાવેશભાઈ, ધીરેનભાઈ સહિતના તમામ સભ્યો હાજર રહ્યા હતા.






Latest News