મોરબી વોર્ડ નં. 9 માં મહાપાલિકાના કોર્પોરેટર ભગવતીબેન કુંડારિયા દ્વારા નાના વેપારીઓને છત્રીનું વિતરણ કરાયું મોરબીમાં ૧.૯૮ લાખના મુદામાલની ચોરીમાં વધુ એકની ધરપકડ મોરબી : મુસ્કાન વેલફેર સોસાયટી બની સહારો, લકવાગ્રસ્ત બહેનને વ્હીલ ચેરની ભેટ મોરબીમાં બંધ પડેલ 300 જેટલા સિરામિક કારખાનના બાંધકામ જંત્રી દરની વિસંગતતા દૂર થવાની આશા ઉપર સરકારના એક પત્રથી પાણી ફરી વળ્યું ! મોરબી જિલ્લા સેવા સદનના તમામ દરવાજા ખોલવામાં ન આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનની સિનિયર સીટીઝને ઉચ્ચારી ચીમકી ધારાસભ્યની સફળ રજૂઆત: વાંકાનેરના આઈટીઆઈમાં મહિલા માટે વિવિધ 4 કોર્સ શરૂ કરાયા વાંકાનેર યાર્ડમાં આવતા ખેડૂતો-કામદારોને અકસ્માત મૂત્યુ સહાયનો લાભ આપવા યુવા ડિરેક્ટરે કરી રજૂઆત હળવદ નજીકથી 35 પાડાને ભરેલ આઇસર સહિત 2.58 લાખનો મુદામાલ કબ્જે, અમદાવાદનાં બે શખ્સ સામે ફરિયાદ
Breaking news
Morbi Today

વાંકાનેરના તીથવા ગામ નજીક વડસલ તળાવમાં ન્હાવા ગયેલ યુવાનનું પાણીમાં ડૂબી જવાથી મોત


SHARE













વાંકાનેરના તીથવા ગામ નજીક વડસલ તળાવમાં ન્હાવા ગયેલ યુવાનનું પાણીમાં ડૂબી જવાથી મોત

 

વાંકાનેર તાલુકાના તીથવા ગામ વડસલ તળાવમાં ન્હાવા માટે ગયેલ યુવાન પાણીમાં ડૂબી ગયો હતો જેથી કરીને તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃત દેહને ફાયર બ્રિગેડની ટીમ દ્વારા પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો અને યુવાનના મૃતદેહને પીએમ માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસ જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી વિગત પ્રમાણે મૂળ એમપીના રહેવાસી અને હાલમાં વાંકાનેર તાલુકાના રાતીદેવરી ગામે રહેતા મુન્નાભાઈ શેખરસિંગ બામનીયા (40) નામનો યુવાન તીથવા ગામ પાસે આવેલ વડસલ તળાવના પાણીમાં ન્હાવા માટે ગયો હતો દરમિયાન કોઈ કારણોસર તે યુવાન પાણીમાં ડૂબી ગયો હતો જેથી આ બનાવની ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા ફાયરની ટીમે સ્થળ ઉપર આવીને  પાણીમાં ડૂબી ગયેલા યુવાનના મૃતદેહને શોધી કાઢીને પાણીમાંથી બહાર કાઢયો હતો અને ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે વાંકાનેર ની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનવાની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

મારામારીમાં ઇજા
મોરબીમાં આવેલ મચ્છી પીઠ પાસે મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવમાં અસલમ અનવરભાઈ માડકીયા (35) રહે આસવાદ પાન પાસે મહેન્દ્રપરા મોરબી વાળાને ઈજા થઈ હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલે લાવ્યા હતા અને આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી આવી જ રીતે હળવદમાં આવેલ સતનામ કોમ્પ્લેક્સ પાસે મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવમાં પ્રકાશભાઈ મગનભાઈ પરમાર (35) રહે. હળવદ વાળાને ઈજા થઈ હોવાથી તેને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા અને બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી

સાપ કરડી જતા સારવારમાં
વાંકાનેર તાલુકાના માટેલ રોડ ઉપર આવેલ ઇટકોસ સીરામીક કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા અને કામ કરતા પૂજાબેન અનિલભાઈ માલવે (24) નામની મહિલાને રાત્રિના સમયે સાપ પગે કરડી ગયો હતો જેથી કરીને તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યા સારવાર બાદ આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળ ની રાબેતા મુજબની કાર્યવાહી કરી છે






Latest News