મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

વાંકાનેરના માટેલ રોડે કારખાનાના કવાર્ટરમાં રહેતા પરિવારના બાળકનું ગળામાં દુખાવો થતો હોય સારવાર દરમ્યાન મોત


SHARE











વાંકાનેરના માટેલ રોડે કારખાનાના કવાર્ટરમાં રહેતા પરિવારના બાળકનું ગળામાં દુખાવો થતો હોય સારવાર દરમ્યાન મોત

વાંકાનેરના માટેલ રોડ ઉપર આવેલ સીરામિક કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા પરિવારના બાળકને ગળામાં દુખાવો પડતા તેને સારવાર માટે પ્રથમ મકનસર અને ત્યારબાદ મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાંથી સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવતા ફરજ પરના ડોક્ટર તે બાળકને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને આ બનાવની મૃતક બાળકના પિતા દ્વારા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ મૂળ ચોટીલા તાલુકાના લાખણકા ગામના રહેવાસી અને હાલમાં વાંકાનેર તાલુકાના માટેલ રોડ ઉપર સ્કોવેર સેનેટરી નામના કારખાનામાં રહેતા અને મજૂરી કામ કરતા રાજુભાઈ મંગાભાઈ સોલંકીના 15 વર્ષના દીકરા રાકેશભાઈ રાજુભાઈ સોલંકીને ગત તા. 6/6 ના રાત્રિના દસેક વાગ્યાના અરસામાં ગળામાં દુખાવો થતો હોવાથી તેને મકાનસર ગામ પાસે આવેલ પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા અને ત્યાંથી દવા લઈને ઘરે જતાં રહ્યા હતા અને ત્યારબાદ બીજા દિવસે સવારે તેને દુખાવો થતો હોવાથી મોરબીની શ્યામ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી તે બાળકને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો ત્યારે ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને આ બનાવની મૃતક બાળકના પિતા દ્વારા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News