મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોબાઈલ કાંડ: મોરબીની સબ જેલમાં ફોન ઉપર વાત કરતાં કેદીના વાઇરલ વિડીયો મામલે ફરિયાદ નોંધાય તેવા સંકેત


SHARE







મોબાઈલ કાંડ: મોરબીની સબ જેલમાં ફોન ઉપર વાત કરતાં કેદીના વાઇરલ વિડીયો મામલે ફરિયાદ નોંધાય તેવા સંકેત

મોરબીની સબ જેલમાં રાખવામા આવેલ કાચા કામનો કેદી મોરબી સબ જેલમાંથી મોબાઈલ ફોન ઉપર વાત કરતો હોય તેવો વિડીયો વાયરલ થયો હતો જેથી આ બાબતે મોરબી સબ જેલના ઇનચાર્જ અધિક્ષક તાત્કાલિક તપાસ શરૂ કરવામાં આવી હતી અને વિડિયોમાં દેખાતા કાચા કામના કેદીનું નિવેદન પણ લેવામાં આવ્યું છે અને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને તપાસ કરવા માટેની કાર્યવાહી પણ જેલ પ્રસાશન દ્વારા કરવામાં આવેલ છે.

મોરબીની સબજેલ વધુ એક વખત વિવાદમાં આવી છે અને શનિવારે સવારથી મોરબીના સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો છે જેમાં જેલની અંદર બેઠા મોબાઈલ ફોન ઉપર કેદી વાત કરતો હોય તેવું દેખાઈ રહ્યું હતું. દરમ્યાન આ બાબતે મોરબીની સબ જેલના ઇન્ચાર્જ અધિક્ષક એચ.એ. બાબરિયા સાથે વાત કરતાં તેમણે જણાવ્યુ હતું કે, જે વિડ્યો વાયરલ થયેલ છે તેમાં દેખાતો શખ્સ વાંકાનેર શહેરી વિસ્તારમાં વર્ષ 2022 માં હત્યાનો બનાવ બન્યો હતો જે ગુનાનો કાચા કામનો કેદી ઇમરાન ફારૂકભાઈ છબીબી છે અને આ આરોપી આજની તારીખે પણ મોરબીની સબ જેલમાં છે અને તે ઉપરાંત અન્ય એક કેદી પણ વિડિયોમાં ફોન ઉપર વાત કરતાં જોવા મળી રહ્યો છે. જો કે, તેની પાસે મોબાઈલ કયાંથી આવ્યો ?, મોબાઈલનો ઉપયોગ શા માટે કર્યો ?, મોબાઈલમાં વિડીયો કોને બનાવ્યો ?, મોબાઈલનો વિડીયો કઈ રીતે વાઇરલ થયો તે સહિતની બાબતોની તપાસ કરવામાં આવશે અને આમ અધિકારી. કર્મચારી કે કેદી કોઈપણ હશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને જે કોઈએ પણ આ કૃત્ય કર્યું હશે તેને ભોગવવું પડશે. અને સાચી માહિતી બહાર લાવવા માટે જરૂર લાગશે તો મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ પણ નોંધાવવામાં આવશે.






Latest News