મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

વાંકાનેર નજીક કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા ઇજા પામેલ બે યુવાન સારવારમાં


SHARE







વાંકાનેર નજીક કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા ઇજા પામેલ બે યુવાન સારવારમાં

વાંકાનેર ચોટીલા હાઈવે રોડ ઉપર નૂર પ્લાઝા સામે સ્કૂટરને કાર ચાલકે હડફેટે લેતા બે વ્યક્તિઓને ગંભીર ઇજા થયેલ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને આ બનાવ સંદર્ભે ઈજા પામેલ યુવાને કાર ચાલક સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

વાંકાનેર તાલુકાના કેરાળા ગામે રહેતા ગુલામહુસેનભાઇ મહમદભાઈ કડીવાર (45)એ કાર નંબર જીજે 12 આઈસી 0529 ના ચાલક સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવે છે જેમાં જણાવ્યું છે કે વાંકાનેર ચોટીલા હાઈવે રોડ ઉપર આવેલ નૂર પ્લાઝા સામેથી ફરિયાદી તેઓની પાડોશમાં રહેતા ગુલામમોઈનભાઈ નૂરમામદભાઈના જ્યુપિટર નંબર જીજે 36 એમ 4085 માં ગુલામમોનભાઈને વાંકાનેર ખાતે વસ્તુ લેવી હોય બંને કેરાળાથી વાંકાનેર તરફ જઈ રહ્યા હતા અને ગુલામમોઇનભાઈ તેનું સ્કૂટર ચલાવી રહ્યા હતા દરમિયાન કાર ચાલકે સ્કૂટરને હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના આ બનાવમાં ફરિયાદીને બંને પગના ઢીંચણ, બંને હાથમાં, જમણા હાથના અંગૂઠામાં, આંગળીઓમાં અને માથાના ભાગે ઇજાઓ થઈ હતી તથા સ્કૂટર ચલાવી રહેલા ગુલામમોઇનભાઈને માથાના ભાગે અને કમરના ભાગે ફ્રેકચર જેવી ગંભીર ઇજા થયેલ છે જેથી તેઓને સારવાર માટે લઈ ગયા હતા અને અકસ્માત સર્જીને પોતાના હવાલા વાળી કાર લઈને આરોપી સ્થળ ઉપરથી નાશી ગયેલ હોય આ બનાવ સંદર્ભે ઇજાગ્રસ્ત ગુલામહુસેનભાઈ કડીવાર દ્વારા નોંધાવવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News