મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

વાંકાનેરના રૂપાવટી ગામ પાસે નદીમાં ડૂબી જવાથી અજાણ્યા યુવાનનું મોત


SHARE







વાંકાનેરના રૂપાવટી ગામ પાસે નદીમાં ડૂબી જવાથી અજાણ્યા યુવાનનું મોત

વાંકાનેરના રૂપાવટી ગામ પાસે આવેલ વેલારી ભેખડ નામની નદી પાસે પાણીમાં ડૂબી જવાના કારણે અજાણ્યા 30 થી 40 વર્ષના યુવાનનું મોત નિપજ હતું જેથી તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

જાણવા મળતી માહિતી પ્રમાણે વાંકાનેર તાલુકાના રૂપાવટી ગામે રહેતા ભવાનભાઈ ઘોઘાભાઈ રાઠોડ (42) નામના યુવાને વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી હતી કે રૂપાવટી ગામની સીમમાં વેલારી ભેખડ ગામની નદીમાં કોઈ અજાણ્યો યુવાન ડૂબી ગયો છે જેથી કરીને વાંકાનેર તાલુકા પોલીસની ટિમ ત્યાં પોહોચી હતી અને પાણીમાં ડૂબી ગયેલા અજાણ્યા 30 થી 40 વર્ષના યુવાનના મૃતદેહને પાણીની બહાર કાઢીને પીએમ માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધ કરીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે અને મૃતક યુવાનની ઓળખ મેળવવા માટે તજવીજ ચાલી રહી છે.

માર મારતા ઇજા

મોરબીના મકનસર પાસે આવેલ પ્રેમજીનગરમાં રહેતા રમેશભાઈ કાળાભાઈ વાઘેલા (45) નામના યુવાનને જીતુભાઈએ માર મારતા ઈજા થઈ હતી જેથી ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ સાથે લઈને આવ્યા હતા અને તેને સારવાર આપ્યા બાદ આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી હતી

મહિલા સારવારમાં

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ મીરા પાર્કમાં રહેતા ઈલાબેન રમેશભાઈ સાણંદિયા (50) નામના આધેડ મહિલા લાતી પ્લોટ મેન રોડ ઉપરથી બાઈકમાં બેસીને પસાર થઈ રહ્યા હતા ત્યારે બાઈકમાંથી કોઈ કારણસર પડી જતા તેમને ઈજા થઈ હતી જેથી તેઓને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી.






Latest News