મોરબી નાગરિક સહકારી બેંકનું મંત્રી-સાંસદની હાજરીમાં રીનોવેશન કામ શરૂ કરાયું મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોના હિતમાં મેયરને કરવામાં આવી રજૂઆત મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા વિર સાવરકર વિશે પ્રશ્ન પૂછવા બદલ શિક્ષકને સસ્પેન્ડ કરવાના વિરોધમાં કલેકટરને આવેદન અપાયું મોરબી જીલ્લામાં વિવિધ સંગઠનોના શ્રમિકોના પડતર પ્રશ્નો માટે ભારતીય મજબૂર સંઘ દ્વારા આવેદન અપાયું જીવા રાજી તો શિવ રાજી: મોરબીમાં શ્રાવણના પ્રથમ સોમવારે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાતું યંગ ઈન્ડિયા ગ્રૂપ મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કવિ સંમેલન-કાવ્યલેખન સ્પર્ધાનું આયોજન ગુજરાત કેસરી સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ મોરબીની દીકરીએ મેળવ્યો બ્રોન્ઝ મેડલ મોરબીની પોલીસ લાઈન કન્યા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબી: બે બળદને કતલખાને લઈ જવાના ગુનામાં વધુ એક આરોપીને પકડીને જેલ હવાલે કર્યો


SHARE







મોરબી: બે બળદને કતલખાને લઈ જવાના ગુનામાં વધુ એક આરોપીને પકડીને જેલ હવાલે કર્યો

મોરબીની રાજપર ચોકડી પાસેથી બોલેરો પિકઅપ ગાડીમાં બે બળદને બાંધીને કતલખાને લઈ જતા હતા જેની ફરિયાદ આધારે પોલીસે પહેલા એક આરોપીને પકડ્યો હતો અને તેને જેલ હવેલ કરેલ છે તેવામાં આ ગુનામાં વધુ એક આરોપીને પકડીને પોલીસે તે આરોપીને પણ કોર્ટમાં રજૂ કરીને જેલ હવાલે કરેલ છે.

મોરબીની રાજપર ચોકડી પાસેથી બોલેરો પીકઅપ ગાડી નંબર જીજે 36 વી 7251 થી પસાર થઈ રહી હતી ત્યારે તેને રોકીને ચેક કરી હતી જેમાં કુરતાપૂર્વક બાંધેલી હાલતમાં બે બળદને લઈ કતલખાને લઈ જવામાં આવતા હતા જેથી મોરબીના નવી પીપળી ગામે આવેલ મારુતિ નગરમાં રહેતા વૈભવભાઈ જીતેશભાઈ ઝાલરીયા (27)એ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરી હતી જેના આધારે પોલીસે પહેલા વાહન ચાલક વિજયભાઈ ધનાભાઈ બાલાસરાની ધરપકડ કરી હતી અને તેને કોર્ટમાં રજૂ કરીને જેલ હવાલે કરવામાં આવેલ છે. ત્યાર બાદ સનાળા બીટ વિસ્તારના જમાદાર વિપુલભાઈ ફૂલતરિયા દ્વારા વધુ એક આરોપી મૈસુરભાઈ ઉર્ફે મેહુર ઉર્ફે મેહુલ ભરતભાઈ કેસૂર (25) રહે. લતીપર પીઠડ વચ્ચે વાડી વિસ્તાર તાલુકો ધ્રોલ વાળાની ધરપકડ કરવામાં આવી હતી અને તેને કોર્ટ સમક્ષ રજૂ કરીને જેલ હવાલે કરવામાં આવેલ છે. આ ગુનામાં હજુ માળીયા પંથકના ઈકબાલભાઈ નામના શખ્સની શોધખોળ ચાલી રહી છે.

બાઈક સ્લીપ થઈ જતા સારવારમાં
હળવદના ખારીવાળી વિસ્તારમાં રહેતા મકનભાઈ લવજીભાઈ દલવાડી નામના ૭૩ વર્ષના વૃદ્ધ બાઈક પાછળ બેસીને જતા હતા ત્યારે ત્યાં આવેલ મહાદેવ મંદિર પાસે તેમનું બાઇક સ્લીપ થતા પડી ગયા હોય ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.જ્યારે મોરબીના કંડલા બાયપાસ દલવાડી સર્કલ પાસે ૨૫ વારીયામાં રહેતા સુમનબેન રાકેશભાઈ કોળી નામની ૩૫ વર્ષની મહિલાને તેના ઘરે સવારે પતિ દ્વારા માર મારવામાં આવતા સારવાર માટે સિવિલે લાવવામાં આવી હતી.

બે યુવાન સારવારમાં
મોરબીના સામાકાંઠે વેજીટેબલ રોડ ઉપર બે બાઈક સામસામે અથડાયા હતા.આ અકસ્માત બનાવમાં પરબતભાઈ વશરામભાઈ ઉપસરિયા (૨૪) રહે.ધરમપુર અને તુષાર કમલેશભાઈ ઇન્દરિયા (૧૮) રહે.લાભનગર મોરબી-૨ ને સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા.જયારે મોરબીના સામાકાંઠે નજરબાગ રેલ્વે સ્ટેશન સામે આવેલા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતેથી બેભાન હાલતમાં ૧૦૮ વડે મૂળ ઉત્તરપ્રદેશના અને હાલ મોરબી રહેતા કોમલબેન દીપકભાઈ પાલ નામની ૨૨ વર્ષીય મહિલાને અત્રેની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા અને હોસ્પિટલ ખાતેથી જાણ કરવામાં આવતા બી ડિવિઝન પોલીસ મથકના મોમજીભાઇ ચૌહાણ દ્વારા આ બાબતે નોંધ કરીને આગળની તપાસ કરવામાં આવી હતી.






Latest News