મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

સમાજ માટે લાલબતી: હળવદના નવા દેવળીયા ગામની સીમમાં પિતાએ પબજી ગેમ રમવાની ના પડતાં યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત


SHARE







સમાજ માટે લાલબતી: હળવદના નવા દેવળીયા ગામની સીમમાં પિતાએ પબજી ગેમ રમવાની ના પડતાં યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત

સોશિયલ મીડિયા અને મોબાઈલના વધુ પડતા ઉપયોગના કારણે ઘણી વખત ચોકાવનારી ઘટનાઓ બનતી હોય છે આવી જ રીતે હળવદના નવા દેવળીયા ગામની સીમમાં વાડીએ રહીને મજૂરી કામ કરતા પરિવાર સાથે બનેલ છે જેમાં યુવાન દીકરો મોબાઇલમાં સતત પબજી ગેમ રમતો હતો અને ખેતી કામમાં ધ્યાન આપતો ન હતો જેથી તે યુવાનને તેના પિતાએ જમતી વખતે કામ બાબતે ઠપકો આપ્યો હતો જેથી તેને મનોમન લાગી આવતા તે યુવાને વાડીની ઓરડીમાં ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જે બનાવની મૃતક યુવાનના પિતાએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પંચમહાલ જિલ્લાના ભીખા ફળીયુ શિવરાજપુરના રહેવાસી અને હાલમાં હળવદના નવા દેવળીયા ગામની સીમમાં રમેશભાઈ અંબારામભાઈ પટેલની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા જયેશકુમાર અર્જુનભાઈ નાયક (23) નામના યુવાને પોતે પોતાની જાતે વાડીની ઓરડીમાં લોખંડની એંગલ સાથે સાડી બાંધીને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને પીએ માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની મૃતક યુવાનના પિતા અર્જુનભાઈ નાયક (46) રહે. હાલ નવા દેવળીયા ગામની સીમ રમેશભાઈ પટેલની વાડી વાળાએ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે વધુમાં પોલીસ પાસેથી જાણવા મળતી માહિતી પ્રમાણે મૃતક યુવાન મોબાઇલમાં સતત પબજી ગેમ રમતો હતો અને ખેતી કામમાં ધ્યાન આપતો ન હતો જેથી જમતી વખતે તેના પિતાએ તેને કામ કરવા બાબતે ઠપકો આપ્યો હતો જેથી યુવાનને મનોમન લાગી આવતા તેણે પોતે પોતાની જાતે ઓરડીની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો આ બનાવની આગળની વધુ તપાસ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા એન.એમ. ગોસ્વામી ચલાવી રહ્યા છે






Latest News