મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

ટંકારા નજીક રોકડા 90 લાખની લૂંટ કરનારા આરોપીઓને ટીપ આપનારા કારખાનેદારના ચાર દિવસના રિમાન્ડ મંજૂર


SHARE













ટંકારા નજીક રોકડા 90 લાખની લૂંટ કરનારા આરોપીઓને ટીપ આપનારા કારખાનેદારના ચાર દિવસના રિમાન્ડ મંજૂર

ટંકારા નજીક આંગડિયા પેઢીના માલિક પાસેથી રોકડા 90 લાખની લૂંટ કરવામાં આવી હતી. જે ગુનામાં ટીપ આપનાર ટંકારા તાલુકના લખધીરગઢ ગામે રહેતા કારખાનેદારની ધરપકડ કરવામાં આવેલ છે અને તેને કોર્ટમાં રજૂ કરીને તેના ચાર દિવસના રિમાન્ડ મેળવ્યા છે.

રાજકોટથી આંગડિયા પેઢીના માલિક થોડા દિવસો પહેલા કારમાં રોકડા રૂપિયા 90 લાખ લઈને મોરબી આવી રહ્યા હતા ત્યારે તેમની કાર નંબર જીજે 3 એનકે 3502 નો પીછો કરતી પોલો અને બલેનો કારના ચાલકોએ રોકડા રૂપિયા 90 લાખની લૂંટ કરી હતી જેથી કરીને આંગડિયા પેઢીના સંચાલક નિલેષભાઇ ભાલોડીએ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ હતી જે ગુનામાં પહેલા પોલીસે આરોપી અભિભાઇ લાલાભાઈ અલગોતર અને અભીજીતભાઇ ભાવેશભાઇ શાર્ગવની ધરપકડ કરી હતી જે બંને આરોપી રિમાન્ડ ઉપર છે. અને આ ગુનામાં હજુ આરોપી હીતેષભાઇ પાંચાભાઇ ચાવડા, નિકુલભાઇ કાનાભાઇ અલગોતર, દર્શીલ ભરવાડ, કાનો આહીર અને એક અજાણ્યો શખ્સ આમ પાંચ આરોપીઓને પકડવા માટે તજવીજ ચાલી રહી છે

દરમ્યાન ટંકારા પોલીસે આરોપી દિગ્વિજય અમરાશીભાઈ ઢેઢી (32) રહે. લખધીરગઢ વાળાની ધરપકડ કરેલ છે. અને પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ દિગ્વિજય ઢેઢીનું જબલપુર રોડે કારખાનું આવેલ છે જે કારખાનું છેલ્લા ઘણા સમયથી બંધ છે અને તેના કારખાનામાં લૂંટના ગુનામાં સંડોવાયેલા આરોપીઓ પૈકીનાં ચાર થી પાંચ શખ્સો રોકાયેલ હતા. અને તેણે રેકી કરીને આરોપીઓને ટીપ આપી હતી. વધુમાં ડીવાયએસપી સમીર સારડાએ પત્રકારોને માહિતી આપણે જણાવ્યું હતું કે હાલમાં જે આરોપી દિગ્વિજય પટેલને પકડવામાં આવેલ છે તેણે રાજકોટ બાજુથી આંગડિયા પેઢીની ગાડી આવી રહી હતી તેની રેકી કરીને લૂંટને અંજામ આપનારા આરોપીઓને માહિતી આપી હતી તેમજ તેના કારખાનામાં આરોપીઓને આશરો આપ્યો હતો.

આટલું જ નહીં પરંતુ પોતાના મોબાઈલ ફોનથી લૂંટના ગુનામાં સંડોવાયેલ આરોપી સાથે વાત કરી હતી જેથી તેને પોતાનો મોબાઈલ ફોન પાણીમાં ફેંકી દઈને પુરાવાનો નાશ કરવા માટેનો પ્રયાસ પણ કર્યો હતો. જેથી અગાઉ જે કલમ હેઠળ ગુનો નોંધાયેલ છે તેમાં હવે પુરાવાનો નાશ કરવા સહિતની કલમનો ઉમેરો પણ કરવામાં આવશે આ કેસની તપાસ કરી રહેલા ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ કે.એમ.છાસિયા દ્વારા આરોપી દિગ્વિજય પટેલને આરોપીના રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે તા 30/5 સુધીમાં ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે જેથી કરીને આ આરોપી લૂંટના ગુનામાં સંડોવાયેલ આરોપીઓ પૈકીનાં કયા આરોપીના સંર્પકમાં હતો તે સહિતના મુદાઓની તપાસ કરવામાં આવશે.






Latest News